Thursday, April 23, 2026
HomeGeneralસુરત AAPમાં ભંગાણના એધાણ: પોતાના જ પક્ષના કોર્પોરેટરને ખુલાસો આપવા પક્ષે...

સુરત AAPમાં ભંગાણના એધાણ: પોતાના જ પક્ષના કોર્પોરેટરને ખુલાસો આપવા પક્ષે નોટિસ આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: સુરત આમ આદમી પાર્ટી દ્વારા તેમના જ પક્ષના નેતાને પત્ર લખી પાર્ટી માંથી કેમ કાઢી ન મૂકવા તે અંગે ખુલાસો માંગ્યો છે. ગઇકાલે આપના ત્રણ કોર્પોરેટરને લોભ લાલચ આપીને ભાજપમાં જોડાવા માટે ફોન આવ્યા હોવાનો સુરત આપે અક્ષપ કર્યો હતો. ત્યારે હજી પણ કેટલાક આપના નેતાઓ અન્ય પાર્ટીમાં જોડવાના મૂડમાં લાગી રહ્યા છે.



સુરત કોર્પોરેશનમાં દબદબો બનાવીને વિપક્ષના સ્થાને બેસનાર આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ સામે આવી રહ્યા છે. ત્રણ મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા, વિપુલ , જ્યોઠિકા લાઠીકા, ભાવના સોલંકી ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ સુરતના વોર્ડ નં-16ના કોર્પોરેટર વિપુલ મોવલીયા સામે પક્ષે ખુલાસો માંગતો પત્ર લખ્યો છે.

સમગ્ર બાબત પર સુરત આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ જણાવ્યું હતું કે ગઇકાલે આપ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં 16ના જનપ્રતિનિધિ વિપુલ મોવલીયાને પાર્ટી દ્વારા ખુલાસો કરવા બાબતે નોટિસ આપવામાં આવી છે. નોટિસ આપવાનું કારણ એ હતું કે પોતાના વોર્ડ વિસ્તારમાં જનતાની કામગીરી કરતાં નથી. પાર્ટીના કોઈ પણ સૂચનોનું પાલન કરતાં નથી. તેમજ પાર્ટીના સંગઠનમાં અસંતોસ ફેલાય તેવો જુથવાદ કરવાનો પ્રયત્ન કરતાં હતા.

- Advertisement -

વધુમાં જણાવ્યુ કે તેમણે ચૂંટાયા પછી જાહેરજનતા તેમજ કાર્યકર્તાના ફોન ઊપડતાં ન હતા તે પ્રકારની ફરિયાદો પાર્ટીને મળી હતી. પાર્ટીની અગત્યની મિટિંગ હોય કે વિરોધ પ્રદર્શન હોય તેમાં હાજરી આપતા ન હતા. કોર્પોરેશનની સામાન્યસભામાં સાથી કોર્પોરેટરને સહકાર આપવાના બદલે ભાજપ તરફી વલણ ધરાવતા હતા. આ બાબતે પાર્ટીએ તેમને ઘણી વાર સમજાવ્યા હતા કે પૈસાની લાલચમાં આંધળા બની સાથી કોર્પોરેટરને પૈસા લઈને ભાજપમાં જોડાવા માટે ન કરો. સમગ્ર બાબતે આજે આપ પાર્ટીએ તેમની જોડે ખુલાસો માંગ્યો હતો.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular