Thursday, April 23, 2026
HomeGeneralAIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને યુપીમાં તેમના કાફલા પર ફાયરિંગ બાદ ઝેડ કેટેગરીની...

AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને યુપીમાં તેમના કાફલા પર ફાયરિંગ બાદ ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: કેન્દ્ર સરકારે AIMIMના નેતા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને સીઆરપીએફના કમાન્ડો દ્વારા ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, AIMIM ચીફને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવ્યા બાદ સીઆરપીએફ કમાન્ડોને દિવસના 24 કલાક તૈનાત કરવામાં આવશે. ઓવૈસી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ દિલ્હી પરત ફરી રહ્યા હતા.

AIMIMના વડાએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, “થોડા સમય પહેલા, છીજારસી ટોલ ગેટ પર મારી કાર પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ત્યાં 3-4 લોકો હતા, જે બધા ભાગી ગયા હતા અને હથિયારો ત્યાં જ છોડી દીધા હતા. મારી કાર પંચર થઈ ગઈ પણ હું બીજી કારમાં બેસી ગયો અને ત્યાંથી નીકળી ગયો. અમે બધા સલામત છીએ.”

- Advertisement -



પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ કેસનો આરોપી સચિન નોએડાના બાદલપુરનો રહેવાસી છે. સચિનનું કહેવું છે કે તેણે એલએલએમ કર્યું છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે તેના પર અગાઉ પણ ૩૦૭નો કેસ ચાલી રહ્યો છે. આરોપીના એલએલએમના દાવાની ચકાસણી થઈ રહી છે. બીજો આરોપી શુભમ સહારનપુરનો રહેવાસી છે અને 10મું પાસ છે. શુભમ ખેતી કરે છે અને હજી સુધી તેને કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ મળી નથી. સહારનપુર પોલીસ સાથે ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું છે. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કહ્યું છે કે તેઓ ઓવૈસી અને તેના નાના ભાઈના નિવેદનોથી ખૂબ જ ગુસ્સે છે. ફેસબુક, ટ્વિટર, સોશિયલ મીડિયા પર તેઓ ઓવૈસીના ભાષણો સાંભળતા હતા અને તેમને ખૂબ જ નફરત કરતા હતા.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular