Sunday, April 19, 2026
HomeNationalસમલૈંગિક વિવાહ પર કેન્દ્ર અને રાજ્યોને પક્ષકાર બનાવવાની માગણી SC ફગાવી, સુનાવણી...

સમલૈંગિક વિવાહ પર કેન્દ્ર અને રાજ્યોને પક્ષકાર બનાવવાની માગણી SC ફગાવી, સુનાવણી શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સમલૈંગિક વિવાહનો મામલો (Same-sex marriage Case) સુપ્રિમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચતા ફરીથી ચર્ચામાં આવ્યો છે. કોર્ટ હાલ આ મામલે સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આ મામલે પક્ષકાર બનાવવામાં આવે. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે કોર્ટ કોઈ પણ નિર્ણય જાહેર કરે તે પહેલા કેન્દ્ર અને રાજ્યો સાથે પરામર્શની પ્રક્રિયા પુર્ણ કરવા માટે સમય આપે. પરંતુ કોર્ટે કહ્યું છે કે હાલ સેમ સેક્સ મેરેજ પર કેન્દ્રનો અનુરોધ નામંજૂર કરવામાં આવ્યો છે.

સેમ સેક્સ મેરેજ મામલે સંવિધાન પીઠ બીજા દિવસે પણ સુનાવણી કરી રહી છે. કેન્દ્રએ રાજ્યોની ભાગીદારી વાત રાખી હતી. આ બાબતે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, રાજ્યો સાથે પરામર્શ શરૂ કર્યો છે. રાજ્યોને પણ પક્ષકાર બનાવી નોટિસ મોકલવામાં આવે. જેની સામે અરજદાર મુકુલ રોહતગીએ તેનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ પત્ર કાલે લખવામાં આવ્યો છે પરંતુ કોર્ટે પાંચ મહિના પહેલા જ નોટિસ પાઠવી હતી. હાલ આ બિનજરૂરી છે.

- Advertisement -

મહત્વની વાત છે કે સુપ્રિમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે અને અરજદારને કોર્ટે તેમની દલીલો ચાલુ રાખવા માટે કહ્યું છે. કેન્દ્રએ માગણી કરી હતી કે રાજ્યોને પક્ષકાર બનાવવામાં આવે અથવા તો રાજ્યો સાથે પરામર્શની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી સુનાવણી હાથ ધરવામાં આવે નહીં.

અરજદાર તરફે મુકુલ રોહતગીએ કહ્યું હતું કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં જ્યા પતિ કે પત્નીનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેને જીવનસાથી શબ્દ સાથે બદલી દેવામાં આવે. તેમજ જ્યાં પુરુષ કે મહિલાનો ઉલ્લેખ કરવામાં આવે છે તેને લિંગ ‘તટસ્થ’ બનાવી વ્યક્તિ તરીકે બદલી દેવામાં આવે. તેમણે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટના ચાર નિર્ણયો છે જે પ્રત્યેક વ્યક્તિને પોતાના મનપસંદ વ્યક્તિ સાથે વિવાહ કરવાનો અધિકાર આપે છે. આ બાબત તમામ જગ્યાએ લાગુ થવી જોઈએ. અમે સંખ્યામાં ઓછા છીએ પરંતુ અમને પણ એટલો જ ફાયદો મળવો જોઈએ. માટે સેમ સેક્સ મેરેજને પણ માન્યતા મળવી જોઈએ.

મકુલ રોહતગીએ કહ્યું હતું કે, કોર્ટ જો આદેશ આપે તો સમાજ તેને માનશે. કોર્ટે આ મામલે આદેશ જાહેર કરવો જોઈએ. અમે આ અદાલતની પ્રતિષ્ઠા અને નૈતિક અધિકાર પર ભરોસો કરીએ છીએ. સંસદ કાયદાથી આ આદેશનું પાલન કરે કે ન કરે, પણ આ સુપ્રિમ કોર્ટના આદેશ બરાબર માનશે. કોર્ટ અમારા સમાજના દરજ્જા માટે સમાજ પર દબાણ કરે. આવું જ સંવિધાન પણ કહે છે. આ કોર્ટને નૈતિક અધિકાર અને જનતાનો વિશ્વાસ પ્રાપ્ત છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular