નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Dummy Case: ગુજરાતમાં બહુચર્ચિત ડમીકાંડમાં (Dummy Scam) દિવસેને દિવસે નવા વળાંક આવી રહ્યા છે. સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષામાં કેટલાક લોકો ડમી ઉમેદવાર (Dummy Candidate) તરીકે બેસી પરીક્ષા આપતા હોવાનો યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) દ્વારા ખુલાસો કરવામાં આવતા પોલીસ એકશનમાં આવી હતી. ડમીકાંડની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી હતી. આ ડમીકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ પણ કરી છે. પરંતુ આ કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ સામે પણ તપાસનો રેલો આવ્યો છે. જેમના પર આરોપ છે કે આ કાંડમાં કેટલાક ડમી ઉમેદવારના નામ છુપાવવા માટે પૈસા લીધા છે. આ મામલે પોલીસે સમન્સ પાઠવી તેમને આજરોજ બપોરે 12 વાગ્યા સુધીમાં તેમનો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યા હતા. જે મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ડમીકાંડ મામલે ગઈકાલે ભાગનર પોલીસે (Bhavnagar Police) યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. યુવરાજસિંહે માહિતી છુપાવવા અને પૈસા લેવા બાબતે બિપિન ત્રિવેદીએ કરેલા આક્ષેપો સામે પોતાનો પક્ષ રજુ કરવા ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું હતું. જેમાં આજે 12 વાગ્યા સુધી ભાવનગર SOGની કચેરીએ હાજર રહેવા માટે જણાવાયું હતું. પરંતુ આજે યુવરાજસિંહ ભાવનર SOGની કચેરીએ પોતાનો પક્ષ રજુ કરવા પહોંચે તે પહેલા જ તેમની તબિયત અચાનક લથડી જતાં તેમણે હાજર નહીં થાય તેવો ઈમેઈલ તેમણે પોલીસને મોકલ્યો હોવાની માહિતી મળી રહી છે.
યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તે અંગે તેમના પત્ની બિંદીયાબા ગોહિલ દ્વારા ટ્વીટ કરી યુવરાજસિંહએ પોલીસને લેખીત આપેલા જવાબની તસ્વીર મુકી છે. જેમાં યુવરાજસિંહ જણાવી રહ્યાં છે કે, આજે સવારે અચાનક તબીયત લથડતા ચકકર આવી જતા હાલ પોલીસ દ્વારા આપવામાં આવેલા સમય અને સ્થળે આવી શકીએ તેવી શારીરીક પરિસ્થિતિ ન હોવાથી પોલીસ સામે રજૂઆત અને જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપવા વિનંતી છે.
આમ હવે યુવરાજસિંહ આજરોજ પોલીસ સમક્ષ હાજર થશે નહીં તેવું જણાય રહ્યું છે. મહત્વની વાત છે કે યુવરાજસિંહ પર ડમીકાંડમાં કેટલાક લોકોના નામ ઉજાગર નહીં કરવા માટે તોડકાંડના આક્ષેપ લાગ્યા છે. જે મામલે પોલીસ તપાસ કરી રહી છે અને યુવરાજસિંહનો પક્ષ જાણવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આ મામલે શું નવો ખુલાસો થાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








