આ વર્ષે આપણે ૧૦ લાખ ટન નિકાસ લક્ષ્યાંકને પહોચી નહિ શકીએ
વર્ષાંત પુરાંત સ્ટોક ગત વર્ષના ૮૦ લાખ ટન સામે આ વર્ષે ૬૦ લાખ ટન રહેવાની સંભાવના
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ન્યુયોર્ક રો સુગર (Sugar) માર્ચ વાયદો ગુરુવારે દબાણમાં આવી ઇન્ટ્રાડેમાં પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૧૯.૬૯ બોલાયો. ભારતનો ૨૦૨૫-૨૬નો શેરડી પાક મબલખ આવશે, એવી ચર્ચા બુધવારે દુબઈ ખાતે યોજાયેલી એન્યુઅલ સુગર કોન્ફરન્સમાં થઇ હતી. આમછતા, લંડન સુગર માર્ચ વાયદાનાં ગુરુવારના છેલ્લા ટ્રેડીંગ દિવસ પૂર્વે બુધવારે કોમોડીટી (Commodity) ફંડો વેચાણ કાપી જતા, ભાવ વધી આવ્યા હતા. છેલ્લા ત્રણેક સપ્તાહથી બ્રાઝીલીયન ચલણ રીલ મજબુત થતા, ૬ જાન્યુઆરીએ ખાંડના ભાવ ૮ સપ્તાહની ઉંચાઈએ ૨૦.૧૭ સેન્ટ બોલાયા હતા, ત્યાર પછીથી ફંડોનું શોર્ટ કવરીંગ (વેચાણ કાપવું) આવ્યું હતું. ગત શુક્રવારે રીલ ત્રણ મહિનાની ઊંચાઈએથી જરા પીછેહઠ કરતા બ્રાઝીલના ઉત્પાદકોને ત્યાં નિકાસ વેચાણ ઘટવા લાગ્યા હતા. શુક્રવારે આઈસીઈ ન્યુયોર્ક વાયદો ૨૦.૨૪ સેન્ટ ઇન્ટ્રાડેમાં મુકાયો હતો.
મંગળવારે સેતુરમ બ્રોકિંગ કંપનીએ કહ્યું હતું કે ૨૦૨૪-૨૫ સુગર વર્ષમાં ૧ ઓકટોબરથી ૩૧ જાન્યુઆરી સુધીમાં ભારતનું ખાંડ ઉત્પાદન વર્ષાનું વર્ષ ૧૨.૨ ટકા ઘટીને ૧૬૫ લાખ ટન રહ્યું છે. આ પછી બજારને ટેકો સાંપડ્યો હતો. બીજી તરફ ગ્રીન પુલ કોમોડીટી સ્પેશ્યાલીટીએ બુધવારે નકારાત્મક સમાચાર આપતા કહ્યું હતું કે ૨૦૨૫-૨૬માં વૈશ્વિક સુગર બજારમાં, ૨૦૨૪-૨૫ના ૩૭ લાખ ટન ખાધ સામે પુરાંત ૨૭ લાખ ટન પુરાંત સ્ટોક રહેશે.
છેલ્લા ચાર મહિનાથી ઘટી રહેલા ખાંડના ભાવે ૨૧ જાન્યુઅરિએ પોણા છ મહિનાની બોટમ ૧૭.૫૭ સેન્ટ બનાવી હતી, લંડન સુગરના ભાવ સાડાત્રણ વર્ષના તળિયે ગયા હતા. સુગર પુરવઠામાં જાગતિક વૃદ્ધિ, ભાવને દબાવવામાં મદદ કરી રહી છે. ૨૦ જાન્યુઆરીએ ભારત સરકારે વર્તમાન ખાંડ મોસમ માટે ૧૦ લાખ ટન ખાંડ નિકાસની છૂટ આપી, ૨૦૨૩મા લાદેલા નિયંત્રણો હળવા કર્યા.
બુધવારે દુબઈ સુગર કોન્ફરન્સમાં મહત્તમ ટ્રેડરો કહી રહ્યા હતા કે વર્તમાન મોસમમાં ભારત હજુ માત્ર પાંચ લાખ ટન નિકાસ કરી શક્યું છે. હવે નિકાસ ધીમી પડી ગઈ હોવાથી આ વર્ષે ૧૦ લાખ ટન સુગર નિકાસ મુશ્કેલ છે. નેશનલ ફેડરેશન ઓફ કો ઓપરેટીવ સુગર ફેકટરીઝનાં મેનેજીંગ ડીરેકટર પ્રકાશ નાયકનવારેએ કહ્યું હતું કે મને ડર છે કે આ વર્ષે આપણે ૧૦ લાખ ટન નિકાસ લક્ષ્યાંકને પહોચી નહિ શકીએ.
ભારતના ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડીસ્ત્રીબ્યુશનનાં જોઈન્ટ સેક્રેટરી અશ્વિની શ્રીવાસ્તવે કહ્યું હતું કે આ વર્ષે ભારતમાં શેરડીના પાકમાં પોલ હોવાની માન્યતા વચ્ચે, સરકારે વધુ નિકાસના દરવાજા ખોલ્યા છે, તેથી વેપારીઓમાં આશ્ચર્ય પ્રવર્તે છે. તેમેણે કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે વર્ષાંત પુરાંત સ્ટોક, ગત વર્ષના ૮૦ લાખ ટન સામે આ વર્ષે ૬૦ લાખ ટન રહેવાની સંભાવના છે.
મેઈર ઇન્ડીયાના રીસર્ચ હેડ શ્રીકાંત પંધારેએ કહ્યું કે અત્યાર સુધીમાં ૪ લાખ ટન જ નિકાસ થઇ છે, તે દાખવે છે કે નિકાસ ધીમી પડી ગઈ છે. તેમને નોંધ્યું હતું કે ઉત્તર ભારતમાં શેરડી અભાવે અસંખ્ય સુગર મિલો બંધ પડી ગઈ છે. અગાઉના અંદાજ કરતા ભારતમાં ખાંડ ઉત્પાદન ઓછું આવાની સંભાવના પાછળ, ભારતમાં જ ભાવ વધવા લાગ્યા છે. પરિણામે જાગતિક બજારમાં ભારતીય ખાંડ સ્પર્ધાત્મક ભાવે વેચી શકાતી નથી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796