Sunday, July 13, 2025
HomeNationalઇતિહાસ રચાયો: સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા બન્યા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર...

ઇતિહાસ રચાયો: સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા બન્યા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ

- Advertisement -

નવી દિલ્હી: ભારતીય નૌસેનામાં ‘નારી શક્તિ’ની એક નવી ઉડાન જોવા મળી છે. સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા અધિકારી બન્યા છે જેમને ફાઇટર પાઇલટ તરીકેની તાલીમ આપવામાં આવી છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે, તેઓ આવનારા સમયમાં ભારતના એરક્રાફ્ટ કેરિયર્સ પરથી મિગ-29K અથવા રાફેલના નેવલ વર્ઝન જેવા અત્યાધુનિક ફાઇટર જેટ ઉડાવતા જોવા મળી શકે છે.

નૌસેનાએ જણાવ્યું કે, 3 જુલાઈ, 2025ના રોજ આયોજિત બીજા બેઝિક હોક કન્વર્ઝન કોર્સની ગ્રેજ્યુએશન સેરેમનીમાં આસ્થા પુનિયાએ આ ગૌરવ પ્રાપ્ત કર્યું. રિયર એડમિરલ જનક બેવલીના હસ્તે લેફ્ટનન્ટ અતુલ કુમાર ધુલ અને સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાને પ્રતિષ્ઠિત ‘વિંગ્સ ઓફ ગોલ્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા. ભારતમાં સૈન્ય પાઇલટોને 2013માં સામેલ કરાયેલા હોક 132 એડવાન્સ્ડ જેટ ટ્રેનર પર તાલીમ આપવામાં આવે છે.

- Advertisement -

નૌસેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા નેવલ એવિએશનની ફાઇટર સ્ટ્રીમમાં પ્રથમ મહિલા બનીને તમામ અવરોધોને તોડી નાખ્યા છે અને નૌસેનામાં મહિલા ફાઇટર પાઇલટોના એક નવા યુગ માટે માર્ગ મોકળો કર્યો છે.”

આ પહેલા પણ ભારતીય નૌસેનામાં મહિલા અધિકારીઓ દરિયાઈ દેખરેખ વિમાનો અને હેલિકોપ્ટર્સમાં પાઇલટ તથા નેવલ એર ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે, પરંતુ ફાઇટર સ્ટ્રીમમાં કોઈ મહિલાની પસંદગી થવી એ એક મોટી અને મહત્વપૂર્ણ ઘટના છે. આ પગલું નૌસેનાની લૈંગિક સમાનતા અને ‘નારી શક્તિ’ને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

હાલમાં ભારતીય નૌસેના બે એરક્રાફ્ટ કેરિયર્સ – INS વિક્રાંત અને INS વિક્રમાદિત્યનું સંચાલન કરે છે. મિગ-29K એ ભારતીય વાયુસેના દ્વારા દાયકાઓથી ઉપયોગમાં લેવાતા મિગ-29 ફાઇટર જેટનું નૌસેનાનું સંસ્કરણ છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular