BJP woman leader dies of bullet injuries in Jabalpur Madhya Pradesh : મધ્યપ્રદેશ જબલપુરના રાંઝી પોલીસ સ્ટેશનની હદમાં ભાજપની મહિલા નેતા સંગીતા રજકનું પેટમાં ગોળી વાગતા મોત (BJP leader Sangeeta Rajak dies) નિપજ્યું હોવાની વિચિત્ર ઘટના બની છે. આ મામલાને લઈને સ્થાનિક પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે.
ગત મ્યુનિસિપલ કૉપોરેશન ચૂંટણીમાં ગોકલપુર વૉર્ડમાં ભાજપના ઉમેદવાર રહેલા સંગીતા રજક (ઉ. 38) ના ઘર પર થોડાંક દિવસો અગાઉ લુખ્ખા તત્વોએ બોંબ ફેંક્યા હતા. જાણકારી અનુસાર શનિવારની મોડી રાતે સંગીતા રજકના ઘર પાસે ઝઘડો થયો હતો. આથી સંગીતાના પતિ બંટી અવાજ સાંભળીને દરવાજા તરફ દોડ્યા હતા. આ દરમિયાન સંગીતા રજક પોતાની પરવાનાવાળી પિસ્તૉલ લઈને નીકળ્યા હતા. ઘરની ગેલેરીમાં અચાનક ગોળી ચાલવાનો અવાજ આવતા પરિવારના સભ્યો તે તરફ દોડી ગયા હતા. સંગીતા રજક પેટમાં ગોળી વાગવાથી લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. ઈજાગ્રસ્ત સંગીતા રજકને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.








