Friday, May 1, 2026
HomeGeneral'લડકી હું, લડ શકતી હું' કોંગ્રેસની મેરાથોનમાં નાસભાગ, કોરોનાના નિયમો નેવે મુકાયા

‘લડકી હું, લડ શકતી હું’ કોંગ્રેસની મેરાથોનમાં નાસભાગ, કોરોનાના નિયમો નેવે મુકાયા

- Advertisement -

નવજીવન. લખનૌઃ સમગ્ર ભારતમાં ઓમિક્રોન સહિત કોરોના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. સાથે જ દેશના અનેક રાજ્યમાં મેળાવડા જેવા કાર્યક્રમમાં પ્રતિબંઘ મુકવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાજકીય પક્ષો દ્વારા ભીડ એકઠી કરવામાં કોઈ કસર છોડતા નથી. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની “લડકી હું, લડ શકતી હું” મેરેથોનમાં હજારો સંખ્યામાં બાળકીઓ હાજર રહી હતી.

ઉત્તર પ્રદેશના બરેલીમાં કોંગ્રેસની “લડકી હું, લડ શકતી હું” મેરેથોનમાં ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી. જ્યાં ઘણી છોકરીઓ પડી ગઈ હતી, જેના કારણે ઘણીને ઈજા થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણી મહિલાઓ અને કિશોરીના ચહેરા પરથી માસ્ક પણ ગાયબ હતા. મેરેથોનમાં માસ્ક વગર મોટી સંખ્યામાં ટીનેજ છોકરીઓએ ભાગ લીધો હતો.

- Advertisement -

રેસ શરૂ થતાં જ આગળની કેટલીક બાળકીઓ પડી ગઈ. જે બાદ પાછળથી આવતી ભીડ રોકાઈ રહી ન હતી. જોકે, ત્યાં ઉભેલા અનેક લોકોએ ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 20 જેટલી છોકરીઓ જમીન પર પડી ગઈ હતી. આ દરમિયાન કેટલીક છોકરીઓએ બૂમો પાડી હતી, ઘણી છોકરીઓના ચંપલ રસ્તા પર વેરવિખેર પડી ગયા હતા.



- Advertisement -

આ બનાવમાં ત્રણ યુવતી ઘાયલ થઈ હતી. જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. શહેર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular