Friday, March 29, 2024
HomeGeneralભરૂચના કેબલ બ્રિજ પર યુવકોએ હથિયારો સાથે Video બનાવીને વાયરલ કર્યો, પોલીસ...

ભરૂચના કેબલ બ્રિજ પર યુવકોએ હથિયારો સાથે Video બનાવીને વાયરલ કર્યો, પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું

- Advertisement -

નવજીવન. ભરૂચ: સોશિયલ મીડિયાના આ યુગમાં યુવાનો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ લોકોની દેખા દેખીમાં ખોટા માર્ગે તરફ જાણે-અજાણે વળી જતા હોય છે. તાજેતરમાં સુરતમાં બે યુવકોનો બાઈક પર પિસ્તોલ જેવું લાઈટર લઈને ધુમ્રપાન કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વક્તિઓની સુરત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ભરૂચના કેબલ બ્રિજ ઉપરનો બે યુવકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બંને યુવક કુહાડી લઈને હથિયાર પ્રદર્શન કરતા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.

લોકો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલીક વાર ભાન ભૂલી જતા હોય છે. આવી રીતે વીડિયો બનાવવામાં કેટલીક વાર યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે તો ક્યારેક કાયદાનું ભાન ભૂલી જતા હોય છે. ભરૂચના કેબલ બ્રિજ ઉપર બે યુવાનોએ હાથમાં હથિયાર લઈને ભાઈગીરી કરતા હોય તેવો વીડિયો બનાવ્યો હતો.

- Advertisement -

કેબલ બ્રિજ પર આ પ્રકારનો વડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વાયરલ કરવા વાળા આ વ્યક્તિઓ કોણ છે તે પોલીસના સકંજામાં આવ્યા બાદ જ જાણવા મળશે. પરંતુ લોકોએ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના જીવ જોખમમાં મુકવા વાળા અને કાયદાની અવમાનના કરતા વીડિયો ન બનવવા જઈએ.



- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular