નવજીવન.અરવલ્લીઃ આપના યુવા નેતા યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) વધુ એક સરકારી નોકરીમાં ચાલતા કૌભાંડનો આક્ષેપ સાથે પર્દાફાશ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગમાં થયેલ ભરતીમાં પ્રક્રિયામાં ૨૧ લાખ રૂપિયા ઉમેદવારો પાસેથી લેવામાં આવ્યા હોવાની સાથે ઉર્જા વિભાગના ભરતી કૌભાંડ (Recruitment scam) માં અરવલ્લી જીલ્લો એપી સેન્ટર હોવાનો આક્ષેપ કરતા જીલ્લા પોલીસતંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આપ (આમ આદમી પર્ટી)ના નેતાએ કરેલા નામજોગ આક્ષેપના લોકોની અટકાયત કરવામાં આવી છે. ઉર્જા વિભાગમાં વિવાદિત ભૂતકાળ ધરાવતા અરવિંદ પટેલ સહીત અનેક લોકોના નામ બહાર આવતા અરવલ્લી, સાબરકાંઠા જીલ્લામાં હડકંપ મચ્યો છે. બાયડ તાલુકાના ચોઈલા ગામના અને બાયડમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા અજય પટેલનું નામ બહાર આવતા ભૂગર્ભ ઉતરી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત આપના યુવાનેતા યુવરાજસિંહે ઉજાગર કરેલા આક્ષેપિત ઉર્જા વિભાગ નોકરી કૌભાંડમાં અરવલ્લી જીલ્લો એપી સેન્ટર હોવાની સાથે અરવલ્લી જીલ્લાના અનેક લોકોના નામજોગ સંબોધન કરતા પોલીસતંત્રએ ત્રણ ટીમ બનાવી ભરતી કૌભાંડમાં સંડોવાયેલા લોકોની અટકાયત કરવાની શરૂ કરી દીધી છે. જીલ્લા પોલીસતંત્રની ત્રણ ટીમોએ અત્યાર સુધી બે લોકોની અટકાયત કરી સઘન પૂછપરછ કરી રહી છે. ધનસુરાની શાળામાં ફરજ બજાવતા અરવિંદ પટેલની અટકયાત કરી લેવામાં આવી છે. જો કે અરવિંદ પટેલ નિર્દોષ હોવાનું અને આ અંગે કંઈપણ જાણતો ન હોવાનું મીડિયા સામે રટણ કર્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












