નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: 2008માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સૌમ્યા વિશ્વનાથનની હત્યાને 15 વર્ષ થઈ ગયા છે, દક્ષિણ દિલ્હીના નેલ્સન મંડેલા રોડ પર તેમની કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં તમામ આરોપીઓ સામે MCOCA હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. ત્યારે દિલ્હીની સાકેત કોર્ટે આજે શનિવારે ચાર આરોપી રવિ કપૂર, અમિત શુક્લા, બલબીર મલિક અને અજય કુમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
સૌમ્યા વિશ્વનાથન 30 સપ્ટેમ્બર 2008ના નોકરીથી પરત પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે તેમની હત્યા પાછળનો હેતુ લૂંટનો હતો. જેમાં ચાર લોકો રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ માર્ચ 2009થી કસ્ટડીમાં છે. પોલીસે આરોપીઓ પર MCOCA પણ લગાવી હતી. 2009માં IT પ્રોફેશનલ જિગીશા ઘોષની હત્યામાં બલજીત મલિક અને અન્ય બે આરોપી રવિ કપૂર અને અમિત શુક્લાને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ત્યારે પોલીસે એવો દાવો કર્યો હતો કે વિશ્વનાથનની હત્યાનો મામલો જીગીશા ઘોષની હત્યામાં વપરાયેલ હથિયારની રિકવરી બાદ પ્રકાશમાં આવ્યો હતો. 2017માં નીચલી અદાલતે જિગીશા ઘોષ હત્યા કેસમાં રવિ કપૂર અને અમિત શુક્લાને મૃત્યુદંડ અને બલબીર મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે પછીના વર્ષે જ હાઈકોર્ટે જિગીશા હત્યા કેસમાં રવિ કપૂર અને અમિત શુક્લાની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. MCOCA હેઠળ કેસ નોંધવો એટલે કે જે લોકોએ આ ગુનો આચર્યો છે તે એક આખી ગેંગ છે અને તેઓ આ રીતે બીજા ઘણા અપરાધો કરી ચૂક્યા છે. તેનું ખાસ કારણ એ છે કે આ તમામ લોકો સામે અન્ય ઘણા કેસ પણ છે. આથી આરેપી સામે MCOCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આજે કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સૌમ્યાની માતાને પૂછ્યું કે શું તમારે કંઈ કહેવું છે? જે બાદ પીડિતાની માતાએ કહ્યું કે, 15 વર્ષ બાદ ન્યાય મળવો જોઈએ. મારા પતિ ICUમાં દાખલ છે અને તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ સાકેત કોર્ટે ચારેય આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ સૌમ્યાની હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. બંને કેસમાં ચારેય દોષિતોને અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. બંને આજીવન કેદની સજા એક બાદ એક ચાલશે. હત્યામાં 25-25 હજાર રૂપિયા અને મકોકામાં 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલે કે ચારેયને બેવડી આજીવન કેદ સવા સવા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796