Friday, July 10, 2026
HomeGujaratમેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો ફટકો, બે સભ્યોના બળવાથી ભાજપે સત્તા કબજે...

મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો ફટકો, બે સભ્યોના બળવાથી ભાજપે સત્તા કબજે કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીત્યા બાદ સત્તા મેળવવાની નજીક પહોંચેલી કોંગ્રેસે સત્તા સંભાળતા પહેલા જ બહુમતી ગુમાવી દીધી છે. કોંગ્રેસના બે સભ્યોએ બળવો કરીને ભાજપમાં જોડાતા સમગ્ર રાજકીય સમીકરણો બદલાઈ ગયા અને અંતે ભાજપે તાલુકા પંચાયત પર સત્તા કબજે કરી લીધી.

મેઘરજ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 11 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું હતું. જ્યારે ભાજપે 10 બેઠકો પર જીત મેળવી હતી અને એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ હતી. આ પરિણામ બાદ કોંગ્રેસ સત્તા રચવાની મજબૂત સ્થિતિમાં હોવાનું માનવામાં આવતું હતું.

- Advertisement -

જો કે સત્તા રચના પહેલા જ કોંગ્રેસમાં આંતરિક બળવો સામે આવ્યો હતો. કોંગ્રેસના બે સભ્યોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લેતા સમગ્ર રાજકીય ચિત્ર બદલાઈ ગયું હતું. આ રાજકીય ફેરફાર બાદ ભાજપે બહુમતી હાંસલ કરી તાલુકા પંચાયત પર પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો.

આ રાજકીય ઉથલપાથલ વચ્ચે તાલુકા પંચાયત પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ભરત ખાંટ 13 મત મેળવી વિજયી બન્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના અરવિંદ ખરાડી પણ 13 મત સાથે ચૂંટાઈ આવ્યા હતા.

સૌથી વધુ બેઠકો જીત્યા છતાં કોંગ્રેસ સત્તા સુધી પહોંચી ન શકતાં મેઘરજ તાલુકા પંચાયતની રાજનીતિમાં આ ઘટનાએ મોટો વળાંક લાવ્યો છે. કોંગ્રેસ માટે આ ઘટનાને મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular