Sunday, October 13, 2024
HomeNationalવડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તત્કાલિન SP પર કાર્યવાહી, એસપી સસ્પેન્ડ

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તત્કાલિન SP પર કાર્યવાહી, એસપી સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભટિંડા: PM Modi security breach case: 10 માસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભટિંડાથી ફિરોઝપુરના હુસૈનીવાલા રોડ પર જઈ રહ્યા હતા, ત્યારે ખેડૂતોએ રસ્તામાં ટ્રેક્ટર પાર્ક કરીને હાઇવે બંધ કરી દીધો હતો. કેટલાક લોકો કાળો ઝંડો લઈને વડાપ્રધાન મોદીની કાર પાસે આવી ગયા હતા. PM મોદીનો કાફલો ફિરોઝપુરના પ્યારે આના ફ્લાયઓવર પર 20 મિનિટ રોકાયો હતો. ત્યારબાદ PM મોદીની સુરક્ષામાં તૈનાત SPGએ ચાર્જ સંભાળ્યો હતો. રસ્તો ન ખૂલતાં PM મોદીના કાફલાને પરત ફરવું પડ્યું હતું. તેઓ ભટિંડાના ભિસિયાણા એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી દિલ્હી પરત ફર્યા. PM મોદીએ ભિસિયાણા એરપોર્ટ પર હાજર અધિકારીઓને કહ્યું હતું કે, ‘તમારા CMનો આભાર, હું જીવતો પાછો આવ્યો છું.’

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસ કરવા એક સમિતિની રચના કરવા આદેશ કર્યો હતો અને તપાસ બાદ જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા જણાવ્યું હતું. ત્યારે તપાસ માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. જેના આધારે પંજાબ DGP ગૌરવ યાદવે ફિરોઝપુરના તત્કાલિન SP ગુરવિંદરસિંહ સાંગાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, તત્કાલિન ફિરોઝપુર SP ગુરવિંદર સિંહ સાંગાએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાની વાત સામે આવી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular