Friday, July 10, 2026
HomeGujaratનર્મદા જિલ્લાના લોકોનો આભાર માનવા અરવિંદ કેજરીવાલ રોડ શો યોજશે

નર્મદા જિલ્લાના લોકોનો આભાર માનવા અરવિંદ કેજરીવાલ રોડ શો યોજશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ (Local body election result Gujarat) માં નર્મદા જિલ્લા પંચાયતનું રિઝલ્ટ ચોંકાવનારૂં રહ્યું હતું. આમ આદમી પાર્ટીએ આખે આખી નર્મદા જિલ્લા પંચાયત કબજે કરી લીધી છે. આદિવાસી મતો અંકે કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ એડી ચોટીનું જોર લગાવ્યું હોવા છતાં ચૈતર વસાવા કમાલ કરી ગયા. આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત એટલે નર્મદા જિલ્લા પંચાયત. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા એવા અરવિંદ કેજરીવાલ આગામી 25 તારીખે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે થનારા ભવ્ય રોડ શોમાં હાજરી આપવાના (Arvind Kejriwal will attend the road show) છે.

આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું છે કે, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી તારીખ 24, 25 અને 26ના રોજ ગુજરાતના પ્રવાસે આવનારા છે. રાજપીપળા ખાતે યોજાનારા રોડ શોમાં નર્મદા જિલ્લાના લોકોનો કેજરીવાલ આભાર વ્યક્ત કરશે. જ્યારે તારીખ 24 અને 26ના રોજ અરવિંદ કેજરીવાલ પાર્ટીના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ બનાવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular