Sunday, July 19, 2026
HomeInternationalઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી ઝટકો, સત્તા મર્યાદિત કરવાનો પ્રયાસ...

ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી ઝટકો, સત્તા મર્યાદિત કરવાનો પ્રયાસ તેજ

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન યુદ્ધ મુદ્દે પોતાની જ પાર્ટીમાંથી મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. અમેરિકન સેનેટમાં ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી મુદ્દે ટ્રમ્પની સત્તા મર્યાદિત કરવા માટે લાવવામાં આવેલા પ્રસ્તાવમાં તેમની જ પાર્ટીના કેટલાક સાંસદોએ વિરોધમાં મતદાન કરતાં વોશિંગ્ટનની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, અમેરિકન સેનેટમાં વોર પાવર્સ એક્ટ હેઠળ એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેનો હેતુ રાષ્ટ્રપતિની સૈન્ય કાર્યવાહી સંબંધિત સત્તાઓને નિયંત્રિત કરવાનો હતો. આ પ્રસ્તાવ 50 સામે 47 મતોથી પસાર થયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ચાર સાંસદોએ ડેમોક્રેટ્સ સાથે જઈને ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું હતું.

- Advertisement -

ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કરનારા રિપબ્લિકન સાંસદોમાં કેન્ટકીના રેન્ડ પૉલ, મેઈનની સુસાન કોલિન્સ, અલાસ્કાની લિસા મર્કોવ્સ્કી અને લુઇઝિયાનાના બિલ કૅસિડીનો સમાવેશ થાય છે. જોકે એક ડેમોક્રેટ સાંસદ જૉન ફેટરમેનએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

આ મતદાનનો અર્થ એવો નથી કે ટ્રમ્પને તાત્કાલિક અમેરિકન સૈન્ય પાછું બોલાવવું પડશે, પરંતુ રાજકીય રીતે આને મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. કેટલાક સાંસદોનું માનવું છે કે રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો મર્યાદાથી વધુ ઉપયોગ કર્યો છે.

વોર પાવર્સ એક્ટ મુજબ અમેરિકાનો રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના 60 દિવસથી વધુ સમય સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી શકતા નથી. ટ્રમ્પ સરકારના વિરોધીઓનો દાવો છે કે આ સમયમર્યાદા પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. જોકે વ્હાઇટ હાઉસનું કહેવું છે કે યુદ્ધવિરામની જાહેરાત બાદ આ સમયગણતરી સ્થગિત થઈ ગઈ હતી.

- Advertisement -

હાલ પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં રિપબ્લિકન પાર્ટીને સંખ્યાબળની સરસાઈ હોવાથી ટ્રમ્પની સત્તા પર સંપૂર્ણ અંકુશ લાવવો સરળ માનવામાં આવતો નથી. તેમ છતાં પોતાની જ પાર્ટીના નેતાઓએ જાહેરમાં વિરોધ દર્શાવતા ટ્રમ્પ માટે આ રાજકીય રીતે મોટો ફટકો ગણાઈ રહ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular