Monday, February 17, 2025
HomeGujaratનાગા બાવાના વેશમાં આવેલા લૂંટારુઓએ મચાવી લૂંટ, આરોપીઓ પોલીસ પકડથી દૂર

નાગા બાવાના વેશમાં આવેલા લૂંટારુઓએ મચાવી લૂંટ, આરોપીઓ પોલીસ પકડથી દૂર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: દેશમાં અને ગુજરાતમાં બનતી હત્યા, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓએ પોલીસને પડકાર ફેકતા હોય તે રીતે બેબાક રીતે ઘટનાને અંજામ આપી રહ્યા છે. પૈસા પ્રાપ્ત કરવા માટે સાયબર ક્રાઈમની સાથે લૂંટ જેવી ઘટનાને અંન્જામ આપવા માટે આરોપીઓ કેવા પ્રકારના નુસખા અપનાવે છે, તે પણ વિસ્મય પમાડે તેવી બાબત છે. કેવા પ્રકારે ઘટનાને અંજામ આપવાથી પોલીસ પકડથી બચી શકાય તે માટે અવનવા નુસખા આરોપીઓ અપનાવે છે, ત્યારે મહેસાણામાં (Mehsana) હાઈવે પર નાગા બાવાના વેશમાં આવેલા લૂંટારુઓ લૂંટ (Loot) ચલાવીને ફરાર થઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણા જીલ્લામાં ફિલ્મી ઢબે લૂંટની ઘટના સામે આવી છે. વિસનગર-વિજાપુર હાઈવે પર કૂવાડા ગામની નજીક એક પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે એક ટોળકી નાગા બાવાના વેશમાં આવી હતી. પરિવાર કોઈ સબંધીના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. લૂંટારુ ટોળકીએ નાગા બાવાના વેશમાં આવી કારણે રોકી હતી અને કારમાં બેઠેલા લોકો પાસેથી સોનાના દાગીના અને દોરાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અંદાજે દોઢ લાખથી વધુ રકમના દાગીના લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈ વિસનગરમાં અજાણ્યા લૂંટારુઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વિસનગર પોલીસે ફરાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular