Saturday, April 18, 2026
HomeGujaratRajkotરાજકોટમાં ધોળા દિવસે 30 લાખની લૂંટ મામલે ચોંકાવનારા સમાચાર, જૂઓ ફરિયાદીની કબૂલાતનો...

રાજકોટમાં ધોળા દિવસે 30 લાખની લૂંટ મામલે ચોંકાવનારા સમાચાર, જૂઓ ફરિયાદીની કબૂલાતનો VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: આજરોજ સવારે રાજકોટ(Rajkot)ના મિલપરા મેઈન રોડ પર યુવક પાસેથી રૂપિયા 30 લાખની લૂંટ થયાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. આ મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે(Rajkot Police) તપાસ કરતા લૂંટની ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. જે મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ કથિત લૂંટની ઘટનાના ભોગ બનનારનો વિડીયો બનાવી જાહેર કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટ શહેરના ધમધમતા મિલપરા મેઈન રોડ પર આજરોજ સવારના સમયે બાઈક પરથી પછાડી રૂપિયા 30 લાખની લૂંટના અહેવાલ ફરતા થયા હતા. કથિત લૂંટની ઘટનામાં ભોગ બનનાર યુવક મંથન માંડલીયા દ્વારા સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવવામાં આવતા શહેર પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ધોળા દિવસે આટલી મોટી રકમની લૂંટ થયાની માહિતી મળતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું. બાદમાં કથિત લૂંટની ઘટનાનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. અને લૂંટની ઘટના યુવકે કરેલું એક તરકટ હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -

રાજકોટ શહેર પોલીસ પાસે આવી ઈન્ડસઈન્ડ બેંકમાં નોકરી કરતા યુવકે લૂંટ થયાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે યુવકને રૂપિયા 30 લાખની રકમ ક્યાંથી લાવ્યો તે પુછતા યુવકે યસ બેન્કમાંથી વિથડ્રો કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસને યુવકની બાઈક પરથી પડવાની ઘટનાની કહાણી પરથી જ મામલો શંકાસ્પદ જણાયો હોય પોલીસે યસ બેન્કમાં પુછપરછ કરતી હતી. યસ બેન્કે આટલી મોટી રકમ વિથડ્રો કરવાની લીમિટ જ નહીં હોવાનું જણાવતા જ પોલીસ લૂંટ માત્ર નાટક હોવાનું સમજી ગઈ હતી. બાદમાં ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર કારસ્તાનનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે લૂંટના નાટક મામલે યુવકની પુછપરછ કરતા તેણે વટાણા વેરી દેતા જણાવ્યું હતું કે, તેને બેન્કમાં ભરાવના હપ્તાના પૈસાની વ્યવસ્થા નહીં હોવાથી આ તરકટ રચ્યું હતું. લૂંટની ઘટનાનું તરકટ કરી યુવક પૈસા ચૂકવણી માટે 1 મહિનાનો સમય મેળવવાનો આશય ધરાવતો હતો. યુવકે પોલીસને સમગ્ર હકિકત જણાવતા યુવકનો વિડીયો બનાવી જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં યુવકે કેવી રીતે આ તરકટ રચ્યું અને શા માટે રચ્યું તેની ચોંકાવનરી માહિતી આપી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ મામલો સ્થાનિક ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular