નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ( CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ વિવિધ મુદ્દા પર વિચાર વિમર્શ કર્યો હતો. તેમજ ખેતીની જમીનનો રી-સર્વે રદ કરાવનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે રી-સર્વે રદ કરી ફરીથી નવો સર્વે કરાવવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલીયા(Pal Ambaliya)એ આ નિર્યણને આવકારતા તેમની જુની માગણી પૂર્ણ થયા હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સરકાર પર ખેતીની જમીન માપણીને લઈ કેટલાક સવાલો પણ પેદા કર્યા હતા.
આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. જેમાં તેમણે જમીન રી સર્વે રદ કરવાની અને નવેસરથી સર્વે કરવાની વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જમીનની માપણી બાદ રી સર્વે પ્રમોલગેશનના અરજીના પણ નિકાલ ઝડપી કરવામાં આવશે.
મહત્વની વાત છે કે, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટમાં ક્ષતિઓને કારણે નવી માપણી બાદ રી સર્વે અને પ્રમોલગેશનના વાંધા મામલે સરકારને અરજીઓ મળી હતી. ત્યારે અરજીઓના નિકાલ માટે તેમજ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાની ધોરણે થાય માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
સરકારને સણસણતા સવાલ
સરકારના નિર્ણય બાદ ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ સરકારના આ નિર્ણયને સરાહનીય ગણાવ્યો હતો. સાથે જ તેમણે સરકારને સવાલ કર્યા હતા કે, જમીન માપણીના કારણે ખેડૂતો પરેશાન થયા તેના જવાબદાર કોણ ? અત્યાર સુધીમાં લાખો જમીન વેચાણ થઈ ગઈ છે તેનું નિરાકરણ સરકાર કેમ લાવશે તેનો સરકાર જાહેર જવાબ આપે, સાથે જ તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ કામ માટે ખાનગી કંપનીઓને રૂપિયા 700 કરોડ કરતા વઘારેની રકમ ચૂકવી છે તેનું જવાબદાર કોણ ? આમ પાલ આંબલીયાએ સરકારને જમીન માપણી મુદ્દે સતત ઘર્યા બાદ માપણી રદ કરાવના નિર્ણય બાદ અનેક સવાલો પેદા કરી સરકારને સવાલોના ઘેરામાં મુકી દીધી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








