સૌથી વધુ કાચા માલનું વહન કરતા કેપસાઈઝ જહાજી નૂરમાં ભડકો
બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ એવા સંકેત આપે છે કે અર્થતંત્ર વિષે ખાસ ચિંતા કરવા જેવું નથી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આશ્ચર્યજનક રીતે ચીને નવું આર્થિક પેકેજ એકાએક જાહેર કર્યું હતું, આને લીધે સૌથી વધુ કાચા માલનું વહન કરતા કેપસાઈઝ જહાજી નૂરમાં ભડકો થયો હતો. જો જીડીપી વૃદ્ધિ સફળ રહેશે તો, જહાજી નૂર માંગમાં વધારો થવાની શક્યતા છે. સતત બે સપ્તાહથી વધી રહેલો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ((Baltic Dry Index)) ૨૭ સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહાંતે ૨૧૧૦ પોઈન્ટની ઉંચાઈએ પહોચી ગયો હતો. એકજ સપ્તાહમાં પાંચ ટકા ઇન્ડેક્સ વધ્યો હોય તેવી સપ્ટેમ્બર ૨૦૨૪ની આ પહેલી ઘટના છે. ઇન્ડેક્સનું આ લેવલ 3 જુલાઈ ૨૦૨૪ પછી પહેલી વખત જોવા મળ્યું હતું.
અલબત્ત, બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જગતની આર્થિક પ્રવૃત્તિનો આગેવાન ઈન્ડીકેટર ગણાય છે. હાલમાં જાગતિક અર્થતંત્રોની જે સ્થિતિ છે, તે જોતા જહાજી નુર બજાર શાંત પડી છે. જો ઇન્ડેક્સ ઘટશે તો આપણને સ્વીકારવું પડે કે અર્થતંત્રો નબળા પડી રહ્યા છે, અને મંદીમાં ધકેલાઈ રહ્યા છે. વાસ્તવમાં ગત સપ્તાહેજ અગ્રણી ફાઈનાન્સિયલ એજન્સી જેપીમોર્ગન ચેઝે મંદીનો અંદાજ કાઢી કહ્યું કે ૨૦૨૪ના અંત પહેલા અમેરિકા અને વિશ્વ ૨૫થી ૩૫ ટકા મંદીની ગર્તામાં ધકેલાઈ શકે છે.
એનાલિસ્ટો એવું માની રહ્યા છે કે ચીનના નવા રાહત પેકેજને કારણે ગ્રાહકોમાં નવા ઘરો અને તેને આધારે બાંધકામ સામગ્રીના કાચામાલની માંગમાં વધારો થશે. ચીનની વ્યાજકપાત અને બાંધકામ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાના નવા રાહત પેકેજ આપી શકે છે, તેવી માન્યતા વચ્ચે આર્યન ઓર વાયદો સતત ચાર ટ્રેડીંગ દિવસ વધ્યો હતો. આ વાયદો એકજ સપ્તાહમાં ૧૦ ટકા કરતા વધુ વધ્યો હતો. કેપસાઈઝ જહાજી નૂરમાં ગત સપ્તાહે વ્યાપક પણે હકારાત્મક મોમેન્ટમ જોવાઈ હતી. ઉત્તર એટલાન્ટીક મહાસાગર વિસ્તારમાં કેપસાઈઝ જહાજી નૂરમાં ભારે માંગ જોવા મળી હતી, પરિણામે નુર ૩૪૩૬ ડોલર વધી સપ્તાહાંતે ૩૦,૫૯૮ ડોલર મુકાતા કેપ્સાઈઝ ઇન્ડેક્સ ૩.૦૪ ટકા વધીને ૩૬૮૯ પોઈન્ટ રહ્યો હતો.
એટલાન્ટીક અને દક્ષિણના દરિયાઈ માર્ગોમાં પનામેક્સ જહાજી નુર બજારમાં ખાસ કામકાજો નોહતા. ઉત્તરમાં પણ માર્યાદિત નુર સોદા જોવાયા હતા, જે ઘટતા નુરને રોકી શક્યા નોહતા, પરિણામે પનામેક્સ ફ્રેટ ઇન્ડેક્સ ૩.૪૭ ટકા ઘટીને ૧૪૪૬ પોઈન્ટ રહ્યો હતો. સુપ્રામેક્સ ઇન્ડેક્સ પણ ૦.૬૧ ટકા ઘટીને ૧૩૦૬ પોઈન્ટ મુકાયો હતો.
વાસ્તવમાં વિશ્વનો ૯૦ ટકા વેપારી ચીજોનું વહન દરિયાઈ માર્ગે થતું હોય છે. કોઈ એક જ સમયે ૫૦,૦૦૦થી વધુ માલવાહક જહાજો દરિયામાં સફર કરતા હોય છે, કેટલાંક પોર્ટ પર લંગર નાખીને માલ ભરવા ઉતારવા ઉભા હોય છે, કેટલાંક શિપયાર્ડમાં રીપેરીંગ માટે ઉભા હોય છે. પણ મહત્તમ જહાજો તેના ગંતવ્ય સ્થાને પહોચવા સફર કરતા હોય છે. આજે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ અને શીપીંગ ઉદ્યોગ એ એવા સંકેત આપે છે કે જગતના અર્થતંત્ર વિષે ચિંતા કરવા જેવું નથી.
પરમ્પરાગત રીતે ખુબ મોટા કહી શકાય તેવા માલવાહક જહાજો ચાર ફૂટબોલ મેદાન જેટલા લાંબા અને બે બાસ્કેટબોલ મેદાન જેટલા પહોળા હોય છે. તેની ઊંચાઈ પાણીના લેવલથી ૧૧ મજલા જેટલી હોય છે. આવા પરમ્પરાગત જહાજો ૨૦ ફૂટ એકમના ૨૦,૦૦૦ કન્ટેનર એક સાથે વહન કરી શકે છે. કેટલાંક એટલા બધા મોટા હોય છે જે આના કરતા પણ વધુ કન્ટેનરનું એક સાથે વહન કરી શકે છે. અનાજ, ફર્તીલાઈઝર, ઓઈલ, આર્યન ઓર, અને કોલસા જેવા કાચા માલોનાં વહન માટે ખાસ પ્રકારના જહાજો હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796