Sunday, October 13, 2024
HomeBusinessફંડોએ ખાંડમાં મંદીના ઓળિયા ફેંકી દીધા એક સપ્તાહમાં ૨૨ ટકાનો ઉછાળો

ફંડોએ ખાંડમાં મંદીના ઓળિયા ફેંકી દીધા એક સપ્તાહમાં ૨૨ ટકાનો ઉછાળો

- Advertisement -

૧૬ વર્ષ પછી એક સપ્તાહમાં આટલો મોટો ઉછાળો પહેલી વખત જોવા મળ્યો

ભારત ઇથેનોલ સાથે સ્થાનિક બજારમાં ખાંડના ભાવ વધારવાનું વિચારશે: જાગતિક ભાવમાં ભડકો

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સ્વદેશી ઇથેનોલ (Ethanol) ભાવ વધારવાની વિચારણા સાથે સ્થાનિક બજારમાં ખાંડના (Sugar) ભાવ વધારવાનું વિચારશે, એવું ભારતનાં અનાજ પુરવઠા મંત્રાલયે ગુરુવારે જાહેર કરતા, જાગતિક બજારનાં ભાવમાં ભડકો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સપ્તાહે કોમોડીટી ફંડોએ તેમના મંદીના ઓળિયા ફેંકી દેતા આઈસીઈ રો સુગર વાયદો માત્ર એક જ સપ્તાહમાં ૨૨ ટકા ઉછળી આવ્યો હતો. ૧૬ વર્ષ પછી એક સપ્તાહમાં આટલો મોટો ઉછાળો પહેલી વખત જોવા મળ્યો હતો. વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ બ્રાઝીલમાં (Brazil) શેરડી વાવેતર મોસમમાં છેલ્લા એક દાયકામાં પહેલી વખત, એક તરફ ઐતિહાસિક દુષ્કાળ અને બીજી તરફ કીલોમીટરના કિલોમીટર શેરડી ખેતરોમાં લાગેલી ભયંકર આગને પગલે ઓક્ટોબરથી ઉઘડતી ખાંડ મોસમ પહેલા, ન્યુયોર્ક બજારમાં છેલ્લા એકાદ મહિનાથી મંદીનો ખેલો પાથરીને બેઠેલા સટ્ટોડીયાના મોતિયા મારી ગયા હતા.

વૈશ્વિક પુરવઠા સ્થિતિની ચિંતાઓ વચ્ચે શુક્રવારે ઇન્ટ્રાડેમાં આઈસીઈ રો સુગર ઓક્ટોબર વાયદો ૨૩.૭૧ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૮ મહિનાની ઉંચાઈએ પહોચ્યો હતો. કોમોડીટી ફંડો મંદીમાંથી તેજીમાં દાખલ થવા લાગ્યા હોઈ, આગામી સપ્તાહે પણ તેજી જળવાઈ રહેવાના સંયોગો છે. ચીનનાં જેન્ગઝુઓ કોમોડીટી એક્સચેન્જ પર જાન્યુઆરી ૨૦૨૫ વાયદો બાવન યુઆન (૭.૪૧ ડોલર) વધી ૫૯૨૧ યુઆન પ્રતિ ટન બોલાયો હતો.

- Advertisement -

ખાંડ બજારમાં તેજી આવવાના ઘણા બધા કારણોમાં, ભારતના કૃષિ મંત્રાલયે નવેમ્બરથી શરુ થતી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં સુગર મિલો પર ઇથેનોલ ઉત્પાદનના પ્રતિબંધો ૩૦ ઓગસ્ટથી હટાવી લીધા હતા. પરિણામે ભારતમાં પુરવઠા સ્થિતિને પ્રવાહી બનાવી રાખવા અને ઇથેનોલ ઉત્પાદિત કરવા, ઓક્ટોબર ૨૦૨૩થી બંધ નિકાસના દરવાજા, સજ્જડ બંધ થઇ ગયા હતા. ભારતના નિકાસ પ્રતિબંધને કારણે બ્રાઝીલે વિશ્વિક નિકાસ બજારના ૭૦ ટકા હિસ્સા પર કબજો જમાવી લીધો હતો.

બ્રાઝીલમાં ભયાનક દુષ્કાળને લીધે પીલાણ મિલોએ શેરડીની લણણી વહેલી શરુ કરી દીધી હતી. અને હવે ૨૦૨૫ની નવી મોસમની વાવણી મોડી પડશે. બ્રાઝીલની મિલો આ વર્ષે ઓક્ટોબર અંત પહેલા સુગર ઉત્પાદન વહેલું બંધ કરે તેવી શક્યતા છે, અને મધ્ય એપ્રિલ કે મેમાં ફરીથી શરુ કરશે. સરકારી એજન્સી યુનીકાએ ઓગસ્ટના બીજા પખવાડીયામાં વર્ષાનું વર્ષ ખાંડ ઉત્પાદન ૬ ટકા ઘટી ૩૨.૫૮ લાખ ટન થયાના અહેવાલ રજુ કર્યા પછી, સુગર વાયદો ૧૨ સપ્ટેમ્બરથી ૧૮.૭૧ સેન્ટના ભાવથી બોટમ આઉટ થયો હતો.

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશને ૨૦૨૩-૨૪ના ખાંડ ઉત્પાદનનું અનુમાન, અગાઉના અંદાજ ૩૩૦.૫ લાખ ટનથી ૨.૯ ટકા વધારીને ૩૪૦ લાખ ટન મુક્યું હતું. આગામી ૨૦૨૪-૨૫ની મોસમ માટેનો ઉત્પાદન અંદાજ વર્તમાન મોસમ કરતા બે ટકા ઘટાડીને ૩૩૩.૧ લાખ ટન મુક્યો છે. છેલ્લા ૧૨ મહિનામાં બ્રાઝીલે ૩૭૦ લાખ ટન ખાંડ નિકાસ બજારમાં ઉતારી હતી, તેથી ભાવોએ સ્થિરતા ધારણ કરી હતી, સાથે જ ફંડોએ પોતાનો મંદીનો પથારો પણ પાથર્યો હતો, તેથી ભાવો સતત દબાણમાં રહ્યા હતા. બ્રાઝીલના સેન્ટ્રલ સાઉથ રાજ્યોમાં પ્રથમ ત્રિમાસિકનાં અંતે પુરાંત સ્ટોક માત્ર ૭.૯૦ લાખ ટન રહ્યો હતો, પરિણામે સુગર વપરાશકારોએ હવે અન્ય દેશો પર આયાત નિર્ભરતા વધારવી પડશે.

- Advertisement -

બજારને ઉપર જવા માટે વધુ એક ધક્કો, ઇન્ટરનેશલ સુગર ઓર્ગેનાઈઝેશને ૩૦ ઓગસ્ટે એમ કહ્યું હતું કે ૨૦૨૩-૨૪નુ જાગતિક ઉત્પાદન ૧૮૩૦ લાખ ટન થશે, પણ ૨૦૨૪-૨૫ મોસમના આરંભે ૩૫.૮ લાખ ટન ખાધ રહેશે, જે ૨૦૨૩-૨૪ની ખાધ કરતા બે લાખ ટન વધુ હશે. આઇએસઓ એ ૨૦૨૪-૨૫ના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ૧૭૯૩ લાખ ટન મુક્યો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular