નવજીવન ન્યૂઝ.અમદાવાદ: મહાઠગ તરીકે કુખ્યાત બનેલા કિરણ પટેલ (thug Kiran Patel) ની પત્ની માલિની પટેલને કોર્ટ તરફથી રાહત મળી છે. અમદાવાદ સેસન્સ કોર્ટે (ahmedabad sessions court) આજરોજ માલિની પટલે (malini patel) ની જામીન અરજી મંજૂર કરતા માલિની જેલ મુક્ત થઈ છે. મહત્વની વાત છે કે કાશ્મિરમાં નકલી પી.એમ.ઓ. અધિકારી બની ફરતા ઠગ કિરણ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. બાદમાં અમદાવાદમાં પણ કિરણ અને માલિની વિરૂધ્ધ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) માં બંગલો પચાવી પાડવાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. જે મામલે માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કિરણ પટેલને PMO અધિકારી કેસમાં પૂછપરછ માટે જમ્મુ કાશ્મીર મોકલાયો, આકાંક્ષા ક્રિએશનના માલિકની પણ થઈ ધરપકડ
કુખ્યાત ઠગ કિરણ પટેલની કાશ્મીર પોલીસે કરેલી ધરપકડ બાદ નવા-નવા ફણગા ફૂટી રહ્યા હતા. ત્યારે ગુજરાતમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદિશ ચાવડા દ્વારા પણ ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે કિરણ પટેલ અને તેની પત્ની માલિની દ્વારા તેમનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાનું કારસ્તાન કરવામાં આવ્યું હતું. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કિરણની કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે માલિનીની ધરપકડ ગુજરાતમાંથી કરવામાં આવી હતી. આ મામલે માલિની પટેલની પુછપરછ કરી જેલ હવાલે કરવામાં આવી હતી.
અગાઉ 13 અપ્રીલના રોજ માલિની પટેલના જામીન ના મંજૂર થયા હતા. બાદમાં સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા ગતરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો. જે ચૂકાદો આજરોજ સેસન્સ કોર્ટે જાહેર કરતા માલિનીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, માલિની પટેલને અમદાવાદ સેસન્સ કોર્ટ દ્વારા કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








