નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં વર્ષ 2017થી શાળાના સંચાલકો પાસેથી તોડ કરતા એક કહેવાતા પત્રકારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) તાજેતરમાં જ દબોચ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદના આધારે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જોકે રિમાન્ડ દરમિયાન તોડબાજની કરતુતોના અનેક ખુલાસા થયા છે. અત્યાર સુધીમાં તોડબાજ (todbaj) કહેવાતા પત્રકાર (Journalist) આશિષ કણજારિયા (ashish kanjariya) સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાઇ ચુકી છે.
આ પણ વાંચો : પોલ-ખોલ ચેનલની પોલ ખુલીઃ શાળાઓને ટાર્ગેટ કરી પડાવ્યા લાખો રૂપિયા
આમ તો લોકોને સાચી અને સચોટ માહિતી મળે તે માટે RTIનો કાયદો બન્યો છે, પરંતુ કેટલાક તોડબાજ લોકો RTIના કાયદાનો ઉપયોગ કરી પૈસા પડાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા તોડબાજ પત્રકાર આશીષ કણજારીયા પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, આશિષે આધાર ફાઉન્ડેશનના નામ હેઠળ www.schoolfi.com, www.polkholtv.com, www.polkholtv.in અને www.gujaratvalimandal.com નામની વેબ સાઈટ આધારે અલગ-અલગ લેટરપેડ બનાવીને સરકારી કચેરીઓમાં પોલખોલ ટી.વી. ન્યુઝ એડીટર તરીકેના હોદ્દા આઘારે માહિતી માહિતી મેળવીને સ્કૂલ સંચાલકોને સ્કુલ બંધ કરાવી દેવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી સ્કૂલ પ્રમોશનના નામે તેની કોર્પોરેટ ઓનલાઈન નામની સંસ્થાના ખાતામાં રૂપિયા મેળવતો હોવાની જાણકારી મળી હતી.
પોલીસે ચેરીટી કમિશનર અમદાવાદ શહેર પાસેથી આધાર ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની તમામ વિગતો અને વેબસાઈટોના આઘારે તેના ડોમેન, હોસ્ટીંગ અને કોર્પોરેટ બેંક ખાતાની માહિતી મગાવીને તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારસુધીમાં આશીષે 30થી વધુ સંસ્થાઓ પાસેથી રોકડા અને કોર્પોરેટ ખાતામાં દર વર્ષે રૂપિયા મેળવતો હતો. જેમાં રોકડા રૂપિયા 35 લાખથી વધુ અને બેંક ખાતમાં 1 કરોડ 15 લાખ કુલ દોઢ કરોડ જેટલી રકમ શાળાઓ, ઔધૌગીક એકમો અને ટ્રાવેલ્સ એજન્સી પાસેથી ખંડણી વસુલ કરી છે. આશિષે પેપર મિલના માલિક પાસેથી બંગલાના ડાઉન પેમેન્ટ માટે રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે. ઉપરાંત છેલ્લા 9 વર્ષથી પુત્રના સ્કૂલની ફી પણ ન ભરી હોવાનું સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








