Monday, October 5, 2026
HomeGujaratસુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં મગજમારી, રૂ. 7 કરોડના કામોમાં ટેન્ડર વિના...

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં મગજમારી, રૂ. 7 કરોડના કામોમાં ટેન્ડર વિના કામ કર્યાના આક્ષેપ

- Advertisement -

Surat District Cricket Association SDCA AGM fight: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની AGMમાં વહીવટ અને વિવિધ નિર્ણયોને લઈને વિપક્ષે સત્તાધારી પેનલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સભા દરમિયાન આશરે રૂ. 7 કરોડના કામોમાં ટેન્ડર પ્રક્રિયા વિના કામ કર્યાના દાવા સહિત અનેક મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિવિધ મુદ્દે ચર્ચા દરમિયાન સભામાં ગરમાવો જોવા મળ્યો હતો.

વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એસોસિએશન દ્વારા આશરે રૂ. 7 કરોડના કામો ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મનસ્વી રીતે એક્સટેન્શન આપવાના મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલે સત્તાધારી પક્ષે પોતાની ભૂલ સ્વીકારી હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ટેન્ડર પ્રક્રિયામાં કથિત ગેરરીતિના મુદ્દે કમિટીના ચેરમેનના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. AGM દરમિયાન એસોસિએશનના પ્રમુખ છેલ્લા બે વર્ષથી ગેરહાજર હોવાના મુદ્દે પણ સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. સભા દરમિયાન પ્રમુખના પુત્રો અને રોહન દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો તેમજ મામલો મારામારી જેવી સ્થિતિ સુધી પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સભામાં વધુ ગરમાવો જોવા મળ્યો હતો.

વિપક્ષ દ્વારા SDCAને પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર કરવાની બંધારણીય માંગ પણ ઉઠાવવામાં આવી હતી. સાથે જ એસોસિએશનના વાર્ષિક અહેવાલમાં હોદ્દેદારોના નામ ગાયબ હોવાના મુદ્દે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. AGMમાં સત્તાધારી પેનલમાં જ આંતરિક મતભેદો અને ફૂટ પડ્યાના દાવાને લઈને પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત માનિતાઓને મનસ્વી રીતે ઓનરરી સભ્યપદ આપવામાં આવ્યાના આરોપો કરવામાં આવ્યા હતા. સભ્યોએ તમામ ઓનરરી સભ્યોની યાદી જાહેર કરવાની પણ માંગ કરી હતી. આમ, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં વહીવટ, ટેન્ડર પ્રક્રિયા, હોદ્દેદારોની હાજરી, ઓનરરી સભ્યપદ અને એસોસિએશનની બંધારણીય વ્યવસ્થા સહિતના મુદ્દે વિપક્ષ અને સત્તાધારી પેનલ વચ્ચે તીવ્ર ચર્ચા જોવા મળી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular