Monday, October 5, 2026
HomeInternationalFlydubai ફ્લાઈટ ક્રેશ થતાં સ્મિત મચ્છરે બચાવી લીધી, 16 વર્ષ અગાઉ આવી...

Flydubai ફ્લાઈટ ક્રેશ થતાં સ્મિત મચ્છરે બચાવી લીધી, 16 વર્ષ અગાઉ આવી જ એક ઘટનામાં 150 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જાણો સમગ્ર મામલો

- Advertisement -

Germanwings flight crash tragedy : તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવાનો ઇરાદો ધરાવતા ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામી (Hammam al-Hammami) ના મનસુબાને કેપ્ટન સ્મિત મચ્છરે (Captain Smit Machchhar) નાકામ બનાવી દીધો છે. જીવલેણ હુમલો થવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે દાખવેલી બહાદુરી અને સમયસૂચકતાના દેશ-વિદેશમાં ભરપેટ વખાણ થઈ રહ્યાં છે. Flydubai ની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલાં પ્રવાસીઓ ભાગ્યશાળી હતા, પરંતુ 11 વર્ષ અગાઉ જર્મનવિંગ્સ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલાં 144 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરને તેમના નસીબે સાથ આપ્યો ન હતો. વર્ષ 2015માં Germanwings Flight 9525 ને કો-પાઇલટે ક્રેશ કરી દેવાની ઘટનાએ આખા વિશ્વને હચમચાવી દીધું હતું.

પાઇલટ કોકપીટની બહાર નીકળ્યો અને…

- Advertisement -

24 માર્ચ 2015ના રોજ સ્પેનના બાર્સેલોના-એલ પ્રાટ એરપોર્ટથી જર્મનીના ડ્યુસેલડોર્ફ એરપોર્ટ જવા નીકળેલી જર્મનવિંગ્સ ફ્લાઇટ 34 વર્ષીય કેપ્ટન પેટ્રિક સોન્ડેનહેઇમ (Patrick Sondenheimer) દ્વારા ઉડાડવામાં આવતી હતી. જ્યારે 27 વર્ષીય એન્ડ્રેસ લુબિટ્ઝ (Andreas Lubitz) કો-પાઇલટ હતો. પાઇલટ પેટ્રિક સોન્ડેનહાઇમ વિમાનને ઓટોપાયલટ મોડ પર રાખી વોશરૂમનો ઉપયોગ કરવા માટે કોકપીટમાંથી બહાર નીકળી હતો. તે દરમિયાન કો-પાઇલટે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. અચાનક જમીન તરફ ધસી રહેલી ફ્લાઇટને લઈને એર ટ્રાફિક કંટ્રોલ પાઇલટનો સંપર્ક કરવા સતત પ્રયાસ કરવા લાગ્યું હતું. બીજી તરફ વોશરૂમમાં ગયેલો પેટ્રિક સોન્ડેનહેઇમને કંઈક અઘટિત થઈ રહ્યું હોવાનો અણસાર આવતા તે કોકપીટ તરફ દોડ્યો હતો, પરંતુ દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. પાઇલટે દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યો જોઈને ફ્લાઇટમાં બેસેલા મુસાફરોએ ચીસો પાડી રડવા લાગ્યા હતા.

થોડીક ક્ષણોમાં વિમાન પર્વત સાથે ટકરાયું

કોકપીટની બહાર રહેલો કેપ્ટન પેટ્રિક સોન્ડેનહેઇમ અને મુસાફરો તેમજ ક્રૂ મેમ્બરો ભયભીત હતા, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. એન્ડ્રેસ લુબિટ્ઝે ગણતરીની ક્ષણોમાં 38 હજાર ફૂટની ઊંચાઈથી ફ્લાઈટને નીચે લાવી પર્વત સાથે ટકરાવી દીધું. ફ્રાંસની પર્વત માળા મેસિફ ડેસ ટ્રોઇસ-એવેચેસમાં વિમાન પટકાતા એક શક્તિશાળી વિસ્ફોટ થયો, આગ લાગી અને વિમાન વેરણછેરણ થઈ ગયું. તેમાં સવાર તમામ 150 લોકો માર્યા ગયા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવો પડ્યો.

- Advertisement -

ફ્લાઇટમાંથી પુરાવા મળ્યા

તપાસકર્તાઓએ ઘટનાસ્થળેથી કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મેળવ્યા. જો કે, તેમને ડીકોડ કર્યા પછી પણ તપાસ ટીમ કોઈ મહત્વપૂર્ણ માહિતી શોધી શકી નહીં. જો કે, સમગ્ર ઘટનાનો દોષિત કો-પાઇલટ હોવાના પુરાવા મળી આવ્યા. કેપ્ટન પેટ્રિક સોન્ડેનહેમ કોકપીટ છોડીને વિમાનને ઓટોપાઇલટ મોડમાં મૂકીને બહાર નીકળી ગયો હતો. તે સમયે, કો-પાઇલટે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને ઓટોપાઇલટને ડિસ્કનેક્ટ કરી દીધો હતો. તેણે કોકપીટના દરવાજાને વીજળી પૂરી પાડતી મુખ્ય સ્વીચ પણ બંધ કરી દીધી હતી. વીજ સપ્લાય નહીં હોવાથી કેપ્ટન કોડનો ઉપયોગ કરીને પણ કોકપીટનો દરવાજો ખોલી શક્યા ન હતા.

કો-પાઇલટ માનસિક રીતે હતો અસ્વસ્થ

- Advertisement -

કો-પાઇટલ એન્ડ્રેસની તપાસમાં સામે આવ્યું હતું કે, તે માનસિક રીતે અસ્વસ્થ હતો. તેના ઘરેથી બિમારીની દવાઓ અને સારવારના પુરાવા પણ હાથ લાગ્યા હતા. એન્ડ્રેસ 40થી વધુ ડોક્ટર પાસે સારવાર લઈ ચૂક્યો હતો. વધુ પડતી દવાઓના સેવનના કારણે, તેની દ્રષ્ટિ બગડી ગઈ હતી અને તે ધીમે ધીમે અંધ થઈ રહ્યો હતો. તેને ડર હતો કે તેના અંધત્વને કારણે તેનું પાઇલટ લાઇસન્સ રદ થઈ શકે છે. તેથી તેણે વિમાન ક્રેશ કરીને આત્મહત્યા કરવાની યોજના બનાવી. તેના કમ્પ્યુટરની તપાસ કરતા ખબર પડી કે તે આત્મહત્યા કરવાના રસ્તાઓ શોધવા માટે સતત ગુગલની મદદ મેળવતો હતો. તેની આત્મહત્યાનું બીજું એક કારણ તેની એક ગર્લફ્રેન્ડ કેથરિન પણ હતી. તેઓ લગ્ન કરવાના હતા, પરંતુ તેમનું બ્રેકઅપ થઈ ગયું હોવાથી તે ભારે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તે હંમેશા કેથરીનને કહેતો, “બસ રાહ જુઓ, એક દિવસ હું એવું કંઈક કરીશ જેના માટે આખી દુનિયા મને યાદ રાખશે.”

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular