Lion and Lioness Amreli Lion at the door lion and human wild life video: અમરેલી આમ તો સિંહોનું જ ગઢ કહો તો વાંધો નહીં. અહીં રહેણાક વિસ્તારોમાં સિંહ આવી જવાનું સામાન્ય થઈ ગયું છે. ઘણીવાર ખોરાક અને પાણીની શોધમાં શહેર સુધી સિંહો આવી જવાની ઘટનાઓ પણ છે. આ દરમિયાન એક વીડિયો સામે આવી રહ્યો છે કે એક સિંહણ અમરેલીના જાફરાબાદ ખાતે આવેલી પોલીસ લાઈનના ઘરોમાં આંટાફેરા કરી હી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે જાફરાબાદના સરકેશ્વર ગામના પોલીસ આવાસમાં સિંહણ આવી ગઈ છે. તે કશુંક શોધી રહી હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન એક બંધ મકાનની બારીમાંથી તે ડોકિયું કરવાનો પ્રયાસ કરે છે. જે પછી એક ઘરનો દરવાજો ખુલ્લો હતો ત્યાં પણ એક વાર ડોકીયું કરી દે છે. જોકે તે ઘરમાં પ્રવેશતી નથી કે પછી કોઈનું ધ્યાન તેના પર પડતું નથી. તે ત્યાંથી ધીમે ધીમે નીકળી જાય છે. આ વીડિયો અહીં હાજર એક વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કંડારી લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે કોઈ અણબનાવ ના બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે ઘરના દરવાજા સુધી સિંહણ આવી જાય તો કોઈને પણ પરસેવો છૂટી જાય.








