Sunday, April 19, 2026
HomeGujaratRajkotઝૂંપડામાં ચાલતી રાજકોટની કોલેજ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 10 વર્ષે ધ્યાન જતા બંધ...

ઝૂંપડામાં ચાલતી રાજકોટની કોલેજ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 10 વર્ષે ધ્યાન જતા બંધ કરાવનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: સતત વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University) વધુ એક લાલિયાવાડી સામે આવી છે. જેમાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી નેશનલ સ્કૂલ ઑફ ઈન્ટીરીયર ડિઝાઈનને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર શહેરના રાષ્ટ્રીય શાળાના કેમ્પસ આવેલા જર્જરિત ઝૂંપડા જેવા મકાનમાં નેશનલ સ્કૂલ ઑફ ઈન્ટીરીયર ડિઝાઈન (National School of Interior Design-Rajkot)છેલ્લા 10 વર્ષથી ચાલી રહી હતી. ત્યારે સવાલ એ પેદા થાય છે કે આટલા વર્ષોમાં ક્યારેય યુનિવર્સિટીને કેમ આ ઝૂંપડા જેવી યુનિવર્સિટી ચાલતી હોવાનો ખ્યાલ પડ્યો ન હતો?

Rajkot college Condition
Rajkot college Condition

પ્રાપ્ત વિગત અનુસાર, નેશનલ સ્કૂલ ઑફ ઈન્ટીરીયર ડિઝાઈન કોલેજ છેલ્લા 10 વર્ષથી નળીયાવાળા જર્જરિત ઝૂંપડામાં ચાલી રહી હતી. 10 વર્ષ બાદ ઝૂંપડા ચાલી રહેલી કોલેજ યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા કોલેજને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વની વાત છે કે યુનિવર્સિટીએ નેશનલ સ્કૂલ ઑફ ઈન્ટીરીયર ડિઝાઈનને ક્રમશઃ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ટૂંકમાં હજૂ પણ આ કોલેજમાં જે વિદ્યાર્થીઓના એડમિશન છે તેમને ઝુંપડામાં ભણાવી શકાશે જ્યાં સુધી તેમનો અભ્યાસક્રમ બંધ ન થઈ જાય. એવામાં યુનિવર્સિટીના આ નિર્ણય પર સવાલ પેદા થઈ રહ્યો છે કે જ્યારે કોલેજ જેવું કંઈ છે જ નહીં તો વિદ્યાર્થીઓને ભણાવવામાં ક્યા આવશે? શા માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને અન્યત્ર ટ્રાન્સફર કરાવી કોલેજને જડબેસલાક બંધ કરવાનો આદેશ નથી આપ્યો?

- Advertisement -

મહત્વની વાત છે કે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલની એક બેઠક મળી હતી. જેમાં નેશનલ સ્કૂલ ઑફ ઈન્ટીરીયર ડિઝાઈન કોલેજમાં યુ.જી.સી.ના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે અને ઝુંપડામાં ચાલે છે તેવો રિપોર્ટ મુકવામાં આવ્યો હતો. રિપોર્ટ બાદ 10 વર્ષે યુનિવર્સિટી તંત્રનું ધ્યાન તેના તરફ ગયું હતું અને કોલેજને બંધ ક્રમશઃ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ત્યારે સવાલ એ પેદા થાય છે કે શું 10 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેશનલ સ્કૂલ ઑફ ઈન્ટીરીયર ડિઝાઈનની ક્યારેય મુલાકાત નહીં લેવામાં આવી હોય? સાથે જ હજૂ કેટલી કોલેજો આ પ્રકારને રૂમ, રસોડા કે ઝુંપડામાં ચાલે છે તેની તપાસ કરવામાં આવશે કે કેમ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular