Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarતોડકાંડના આરોપીનું બી.પી. વધ્યું! સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો

તોડકાંડના આરોપીનું બી.પી. વધ્યું! સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો

- Advertisement -

હઠીસિંહ ચૌહાણ. (નવજીવન ન્યૂઝ. ભાવનગર): રાજ્યમાં ચકચાર મચાવી દેનાર ડમીકાંડ અને તોડકાંડ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે તોડકાંડ (Todkand)ના આરોપી ધનશ્યામ લાધવા (Ghanshyam Ladhva)ને પોલીસ પુછપછ દરમિયાન બ્લડ પ્રેસરની તકલીફ પેદા થતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ (Sir T Hospital)માં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં ગઈકાલે રાત્રે આઈ.સી.યુ. વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. હાલ ઘનશ્યામની તબિયતમાં સુધારો થતા તેને પ્રિઝનર વિભાગમાં સારવાર માટે લઈ જવાયો છે.

ડમીકાંડ અને તોડકાંડ મામલે ભાવનગર પોલીસ દિવસેને દિવસે તપાસ તેજ કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા કાર્યવાહી કરી રહી છે. ત્યારે તોડકાંડ મામલે યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) ના વચેટીયાની ભૂમિકામાં રહેલા ઘનશ્યામ લાધવાની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘનશ્યામ લાધવા પોલીસ રિમાન્ડ હેઠળ છે. એવામાં ઘનશ્યામ લાધવાની ગતરોજ રાત્રિના સમયે અચાનક તબિયત લથડતા તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઘનશ્યામનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું અને હ્રદયના ધબકારા પણ અનિયમિત થયા હોવાનું નિદાન થયું હતું. માટે તબિબો દ્વારા તેને આઈ.સી.યુ.માં રાખી સારવાર કરવામાં આવી રહી હતી. હાલ તેની તબિયત સુધારા પર અને સ્થિર જણાતા તેને મેડિકલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડમીકાંડ કુલ 48 આરોપીના નામ ખુલી ચૂક્યા છે. જેમાંના અત્યાર સુધીમાં 23 આરોપીને પોલીસે દબોચી લીધા છે. જ્યારે ડમીકાંડમાં થયેલા તોડકાંડમાં પોલીસે અત્યાર સુધી યુવરાજસિંહ, યુવરાજસિંહના બે સાળા કાનબા અને શિવુભા, બિપિન ત્રિવેદી અને ધનશ્યામ લાધવાની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી રૂપિયા 38 લાખ જ્યારે શિવુભા પાસેથી રૂપિયા 25.50 લાખ અને બિપિન પાસેથી રૂપિયા 10 લાખની રકમ કબ્જે કરી છે. સાથે જ મહત્વની વાત છે કે ડમીકાંડમાં પકડાયેલા આરોપીમાંથી 11 આરોપી સરકારી નોકરીયાત છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular