Thursday, August 6, 2026
HomeGujaratAhmedabadપછી કોઈ વાહન ફંગોળી મુકે તો? અમદાવાદ-ગાંધીનગરના બ્રિજ પર ગરબા- Video?

પછી કોઈ વાહન ફંગોળી મુકે તો? અમદાવાદ-ગાંધીનગરના બ્રિજ પર ગરબા- Video?

- Advertisement -

Garba on road Ahmedabad Gandhinagar Cable bridge: અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) વચ્ચે તાજેતરમાં લોકો માટે ખુલ્લા મુકાયેલા નવા કેબલ બ્રિજ (Cable Bridge) પર કેટલાક યુવાઓએ રાત્રિના સમયે ગરબા (Garba) રમતા હોવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. આ વીડિયો બાદ બ્રિજ (Bridge) પર જાહેર સુરક્ષા (Public Safety) અને ટ્રાફિક (Traffic) અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે સવાલ એ છે કે ગરબા રમવાની મજા અલગ છે પરંતુ તેના માટે તો નહીં પણ આ વીડિયોમાં લાઈક્સ માટે જીવને જોખમમાં મુકી દીધો હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

અહીં વીડિયોમાં નવો બ્રિજ છે અને તેને કારણે રોડ પણ માખણ જેવો હોય છે. જેને કારણે વાહનો પણ સડસડાટ જતા હોય છે. વળી આપણે ત્યાં ટ્રાફીક કે ઓવરટેકના નિયમો પાળનારા કેટલા? સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીં વાહનો પુર ઝડપે જઈ રહ્યા છે. પહોળો અને નવો રોડ છે. સાથે જ હળવો વરસાદ પણ થયેલો દેખાય છે. શક્ય છે કે રાત્રીના અંધકારમાં અચાનક અવળી બાજુથી ઓવરટેક કરવામાં ક્યાંક કોઈ વાહન આ ટોળા પર કાર લઈને ફરી વળે તો વાંક કોનો ગણવો અને વાંક પછી રહ્યો જીવના જોખમ તો ઊભા જ ને.

- Advertisement -

લોકોની મસ્તી મજાક વચ્ચે અને લાઈક્સની લહાયમાં શક્ય છે કે તે વાહન ચાલકના પણ જીવ કે ભાવી કોર્ટના ધક્કાનું જોખમ સર્જાય. આવી ટોળકીઓને ખરેખર ટ્રાફીકની સામાન્ય સમજણ તો આપવી જ રહી ભલે ટ્રાફિકના નિયમો કાયદાના પ.પૂ. ધ.ધૂ ના બનાવીએ પણ એટલી સમજ હોવી જોઈએ કે ક્યારે પોતાના અને બીજાના જીવ જોખમાઈ શકે? રોંગ સાઈડ વાહન ચલાવવા, સિગ્લન ટપી જવા, રોડમાં ગમે ત્યારે ગમે ત્યાં ઊભા રહી જવા વગેરે જેવી ગંભીર બાબતો પર શાન ઠેકાણે આવે તેટલું ટ્રાફિક પોલીસે અવેરનેસ માટે કરવું જ જોઈએ.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular