Wednesday, April 22, 2026
HomeGujaratGandhinagarમાવઠાથી થયેલા પાક નુકસાન અંગે સરકારે જાહેર કરી સહાય

માવઠાથી થયેલા પાક નુકસાન અંગે સરકારે જાહેર કરી સહાય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar : આ વર્ષે ઉનાળાની શરૂઆત પહેલા જ કમોસમી વરસાદ (unseasonal rainfall) રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જેના કારણે ખેડુતોના પાકને ભારે નુકશાન (Farmers Crop Damage) થયું હતું. ખેડુતોના પાકને નુકશાન થતાં ખેડુતોની સ્થિતી કફોડી બની હતી. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા માર્ચ 2023માં થયેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકશાની અંગે સહાયની (Aid Package) જાહેરાત કરી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે (Rushikesh Patel)સહાયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે થયેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2023માં થયેલા વરસાદના કારણે થયેલા પાકના નુકશાની અંગે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય આપશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂપિયા 18,000 ઉપરાંત વધારાના રૂપિયા 12,600ની સહાય કુલ મળીને રૂપિયા 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. જ્યારે વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂપિયા 13,500 ઉપરાંત વધારાના રૂપિયા 9,500ની સહાય સાથે કુલ રૂપિયા 23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

- Advertisement -

વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડુતોના પાકમાં નુકશાન થયું હતું. જે બાબતની રાજ્ય સરકારે ગંભીરતા લઈને તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેનું કામ પૂરુ કરીને ખેડુતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતા વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના અમદાવાદ, ભાવનગર, જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત એમ કુલ 13 જિલ્લાના 48 તાલુકામાં ખેડુતોના પાકના નુકશાની અંગેનો અહેવાલ મળ્યા હતા.

આ મામલે વહીવટી તંત્રએ કરેલા આકંલન તેમજ ખેડુતો, ખેડુત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆત મળી હતી. રજૂઆતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ખેડુતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરવામાં આવી છે. આ સહાયનો લાભ લેવા માટે ખેડુતોએ નિયત અરજી પત્રકના નમુનામાં ગામ નમુના નંબર 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલા નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular