Thursday, April 16, 2026
HomeInternationalTurkey ની સ્કૂલમાં ફાયરિંગ કરનારા હુમલાખોરે શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓને મોતને ઘાટ...

Turkey ની સ્કૂલમાં ફાયરિંગ કરનારા હુમલાખોરે શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી ખુદને ગોળી મારી લીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : તુર્કીમાં શાળામાં ગોળીબાર (School shooting in Turkey) ની ઘટના સતત બીજા દિવસે પણ બની છે. 13 વર્ષના વિદ્યાર્થીએ મિડલ સ્કૂલમાં અંધાધૂધ ગોળીબાર કરી એક શિક્ષક અને 8 વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે ઘાયલ 13 લોકોમાં 6 જણાની હાલત ગંભીર છે. આ હચમચાવનારી ઘટનાને અંજામ આપનાર હુમલાખોરે બાદમાં ખુદને ગોળી (attacker shot himself) મારી લીધી છે. અત્રે નોંધનીય છે કે, મંગળવારે તુર્કીયેના સનલિયુર્ફા પ્રાંતની એક શાળામાં ગોળીબાર થયો હતો. જેમાં 18 વર્ષના યુવકે તેની જૂની શાળામાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરી 16 લોકો ઘાયલ કર્યા બાદ પોતાને ગોળી મારી લીધી હતી.

ગવર્નર મુકેર્રમ ઉનલુએરે જણાવ્યું છે કે, હુમલાખોર આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો અને તે પોતાની બેગમાં પાંચ હથિયાર અને સાત મેગેઝીન લઈને શાળાએ આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ હથિયારો તેના પૂર્વ પોલીસ અધિકારી પિતાના હોઈ શકે છે. ગવર્નરના મતે, હુમલાખોર શાળાની અંદર ઘૂસ્યો હતો. જ્યાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણી રહ્યાં હતાં. તે વર્ગ ખંડમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું છે કે, ગોળીબાર દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળાના બીજા માળેથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular