ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં વૃધ્ધિ અને ઘટી રહેલા જોખમોને લીધે યુએસ ડોલર ૬ મહિનાની ઊંચાઈ નજીક પહોંચી ગયો છે, ત્યારે જો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બજાર મધ્યસ્થી કરવા નહીં આવે તો ડોલર સામે રૂપિયાએ નવી ઐતિહાસિક બોટમ પ્રાપ્ત કરી તેમાં વધુ ઘસારો શક્ય છે. ગયા મહિને જ્યારે રૂપિયો ૮૩ની નીચે ગયો, ત્યારે આરબીઆઇએ ઓન સોર ઓવર ધ-કાઉન્ટર માર્કેટ (સ્થાનિક બજારમાં) અને નોન ડિલીવરેબલ ફોરવર્ડ માર્કેટમાં મધ્યસ્થી કરીને રૂપિયાને ઐતિહાસિક બોટમ તોડી ના નાખે તે હેતુથી બજાર મધ્યસ્થી કરી હતી. કરન્સી બ્રોકરો કહે છે કે ડોલર અત્યારે ઓવર વેલ્યુડ થઈ ગયો છે.
આઈએનજી બેન્ક કહે છે કે અમને તો એવી શંકા છે કે નબળા પડતાં અર્થતંત્રોનના આઉટલુક પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ, કરન્સી વેલ્યૂમાં આવેલી અસમાનતાનો ગેપ ઘટાડવાનો એક માત્ર સાચો માર્ગ છે. ફેડરલ રિઝર્વ વ્યાજદર લાંબા સમય સુધી વધારતું રહેશે, જે રોકાણકારોને અમેરિકન બોન્ડમાં આકર્ષિત કરશે, પરિણામે ૧૦ વર્ષના બોન્ડ યિલ્ડને ૨૦૦૭ની ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે. ફેરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વાલેરે કહ્યું કે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ જ્યાં હોવા જોઈએ ત્યાં જ છે, પરિણામે ફેડને વ્યાજદર વધુ વધારવા માટેનું કોઈ જોખમ ઊભું કરતાં નથી.
કરન્સી ટ્રેડરો આરબીઆઈની બજાર મધ્યસથીની રાહ જોઈ રહ્યા હોવાથી ડોલર સામે રૂપિયો સાંકડી વધઘટે ૮૩.૧૫ આસપાસ અથડાયા કરે છે. ગુરુવારે એક તબક્કે રૂપિયો ૮૩.૩૩ની લાઈફ ટાઈમ બોટમે બોલાઈ, શુક્રવારે ૮૩.૦૮ અને ૮૩.૨૬ વચ્ચે અથડાતો હતો. એક મહિનાની નોન ડિલીવરેબલ ફોરવર્ડ ૮૩.૧૭ હતો, ઓનસોર વન મંથ ફોરવર્ડ પ્રીમિયમ ૯.૫ પૈસા બોલાતું હતું. ફોરેક્સ ડિલરો કહે છે કે આજે રૂપિયો ઐતિહાસિક ઊંચાઈએ બોલાવાનું કારણ છે, અમેરિકન ડોલર જે ૬ મહિનાની નવી ઊંચાઈએ પહોંચી ગયો તે છે. ક્રૂડ ઓઇલના વધતાં ભાવે પણ રૂપિયા પર દબાણ સર્જ્યુ છે.
ટ્રેડરો કહે છે કે આમ જોવા જઇ તો ભારતના પોતાના આર્થિક ફંડામેન્ટલ્સ સારા છે, તે જોતાં ડોલર રૂપિયાનું મૂલ્ય ૮૩.૨૦થી ૨૫ વાજબી સ્તરે છે, અને આ ભાવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રૂપિયાને યુટર્ન લેવડાવવા બજારમાં આવે તો પણ ખોટું નથી. સી આર ફોરેક્સ કહે છે કે વ્યાપક રીતે વિચારીએ તો રૂ. ૮૨ અને ૮૨.૨૦ એ વાજબી મૂલ્ય છે, અને એ દિશામાં તે ટૂંકમાં આગળ વધશે. કેપિટલ માર્કેટમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો અત્યારે નેટ સેલર છે. ટ્રેડરો અમેરિકન પીએમઆઈ અને આઈએસએમ ડેટામાંથી પણ માર્ગદર્શન મેળવવા રાહ જોઈ રહ્યા છે.
દરમિયાન ૬ કારન્સી બાસ્કેટનો બનેલો ડોલર ઇંડેક્સ ૦.૦૭ ટકા નજીવો ઘટીને ૧૦૪.૭૩ પોઈન્ટ રહ્યો હતો. અમેરિકન વ્યાજદર વધશે, એવા આશાવાદ અને હકારાત્મક અમેરિકન ડેટાને આધારે ડોલર મજબૂતી ધારણ કરીને બેઠો છે. એશિયન કારન્સીઓ પણ નબળાઈ દાખવી રહી છે. ઇન્ડોનેશિયન રૂપીહ ૦.૨૫ ટકા અને કોરિયન વોન ૦.૧૪ ટકા નબળા પડ્યા હતા. ચાઈના ઓફસોર, સિંગાપુર ડોલર, થાઈ બાટ અને તાઇવાન ડોલર તમામ ૦.૦૫ ટકા ઘટયા હતા. જાપાન યેન ૧૦ મહિનાના તળિયે ગયો હતો. ફિલિપાઈન્સ પેસો ૦.0૨ ટકા અને હોંગકોંગ ડોલર ૦.૦૫ ટકા મજબૂત હતો.
મજબૂત ડોલર અને જાગતિક બજારમાં ઉભા થયેલા જોખમને આધારે ફોરેક્સ ટ્રેડરો કહે છે કે રૂપિયો નકારાત્મક રહે તેવી શકયતા વધુ છે. અલબત્ત, આરબીઆઇની બજાર મધ્યસ્થીની શક્યતા અને સપ્ટેમ્બરની એફઓએમસી મિટિંગમાં અમેરિકન વ્યાજદર વૃધ્ધિની શક્યતા રૂપિયાના મૂલ્યના દિશાદોર નક્કી કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








