ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): વર્તમાન ૨૦૨૨૬-૨૭ની મકાઈ મોસમમાં આશ્ચર્યજનક રીતે ઉત્પાસ્નમાં ભારે વૃદ્ધિ થવાની આગાહી અમેરિકન કૃષિ મંત્રાલયના ઓક્ટોબર ૨૦૨૬ના વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટીમેટ (વાસ્ડે) અહેવાલમાં કરવામાં આવી હતી. ઉત્પાદન ૨૮૨૦ લાખ બુશેલ (પ્રત્યેક ૨૫.૨૧૬ કિલો) વધીને હ્બ્બેસ ૧.૮૪૯ અબજ બુશેલ અંદાજાતા મકાઈ વાયદા બજાર પાણીપાણી થઇ મંદીમાં સરકી ગઈ હતી. આ જાહેતાને પગલે તેજીવાળા ઊંઘતા ઝડપાયા હતા. હવામાનની ભયંકરતા જોઇને તેઓ માનતા હતા કે પાક નબળો આવશે. વર્ષાન્તે મબલખ પુરાંત રહેવાના અનુમાન સાથે અમેરિકન કૃષિ મંત્રાલયે વર્તમાન મોસમના વાર્ષિક સરેરાશ ભાવની આગાહી ૧૦ સેન્ટ ઘટાડીને ૪.૭૦ ડોલર પ્રતિ બુશેલ મૂકી હતી. બસ આ જ કારણે શુક્રવારે મકાઈ અમેરિકન ડીસેમ્બર વાયદો ઇન્ટ્રાડેમાં ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ પછીના નવા તળિયે ૪.૭૦ ડોલર ટચ કરી સોમવારે ૪.૭૬ ડોલર મુકાયો.
યુએસડીએના આ અહેવાલ પછી મકાઇ સાથે ઘઉં વાયદો પણ ગબડી પડ્યો હતો. ૩૦ સપ્ટેમ્બરના રોજ યુએસડીએએ ત્રિમાસિક ડેટા રજુ કર્યા હતા, તેમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના આરંભે ખેડૂતો અને વેપારીઓના ગોદામોમાં, ગતવર્ષના સમાન મહિના કરતા ૩૫ ટકા અને વેપારી અનુમાન કરતા ૯ ટકા વધુ મકાઈ સ્ટોક બે અબજ બુશેલ કરતા વધુ હતો. અમેરિકામાં માલભરાવો થયો છે ત્યારે યુએસ બહારના દેશો, ખાસ કરીને યુરોપિયન યુનિયન, ફિલીપાઈન્સ, અને મેક્સિકોમાં મકાઈ અછતના અન્દેશા વર્તાઈ રહ્યા છે.
યુરોપિયન યુનીયનમાં નબળી લણણીનાં સમાચાર પછી ફ્રાન્સમાં મકાઈ પાક, ગત વર્ષની તુલનાએ ૩૫ ટકા નબળો આવવાના વરતારા વહેતા થયા હતા. અલબત્ત, અમેરિકામાં જબ્બર પુરાંત રહેતા જાગતિક વર્ષાંત સ્ટોક ૮૩ લાખ ટન વધીને ૨૮૦૪ લાખ ટન અનુમાનિત છે. એનાલિસ્ટો અને ઇકોનોમીસ્ટો કહે છે કે યુએસડીએ પશુ આહારના મકાઈ ડેટા જે કુલ વપરાશમાં મહત્તમ હિસ્સો ધરાવે છે તે અગાઉ પણ ઉત્પતાંગ મુક્યા હતા, તેથી આ વખતના આંકડામાં પણ વિશ્વાસ નથી બેસતો. યુએસડીએ પાસે પશુઆહારના સંતોષકારક આંકડા મેળવવાની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જ નહિ.
પશુઆહારમાં અન્ય ઘાસચારો કેટલો વપરાય છે, અને તેમાં મકાઈનો હિસ્સો કેટલો હોય છે, તે અંક્ડા હવામાં ગોળીબાર કરવા જેવા છે. કેટલી મકાઈ નિકાસ થાય છે કે ઇથેનોલમાં કેટલી મકાઈ ઉપયોગમાં લેવાય છે તેની પણ કોઈ વાજબી ગણતરી હોતી નથી. શુક્રવારે યુએસડીએ એ ૧ ઓક્ટોબરથી ખેડૂતોને અપાતી સબસીડી એકરેજનો આંકડો ૧૩.૮૧ લાખ એકર મુક્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૩.૮૦ લાખ એકર હતો.
અમેરિકન કૃષિ મંત્રાલયે નવી લણણીનાં અંદાજ પહેલા પશુઆહાર વપરાશ ગત વર્ષની તુલનાએ ૧૭ ટકા વધુ મુક્યો હતો તેની સામે પણ એનાલીસ્ટોએ વાંધાવચકા ઉભા કર્યા છે. રાષ્ટ્રીય પશુ સમૂહની ગણતરી ૭૫ વર્ષમાં સૌથી ઓછી મકાઈ છે, અને હવે પશુ ચારા વપરાશના બાકી મહિઆઓ પણ ઓછા રહ્યા છે, અને તેથી જ એનાલિસ્ટો કહે છે કે દાળ મેં કુછ કાલા હૈ. યુએસડીએનો ઈતિહાસ રહ્યો છે કે સપ્ટેમ્બર ડેટામાં દર વર્ષે ઘાલમેલ જોવા મળે છે, ગત વર્ષ પણ મકાઈ સ્ટોક હોવો કોઈએ તેના કરતા ૧૫ ટકા વધુ દર્શાવાયો હતો. ગત વર્ષે ગણતરી કરવાવાળો સ્ટાફ ખુબ ઓછો હતી તેવા સંયોગમાં મકાઈ વાવેતર વસ્તાર અનુમાનો થોક્મથાક આવ્યા હતા. અને પાછળથી આ અનુમાનો નવેસરથી સુધારાયા હતા.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








