Wednesday, December 11, 2024
HomeGujaratGandhinagarરાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યાનો ઘટસ્ફોટ, કોંગ્રેસ પ્રવકતા...

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યાનો ઘટસ્ફોટ, કોંગ્રેસ પ્રવકતા મનીષ દોષી આકરા પાણીએ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: કર્મચારીઓને નકલી સર્ટીફિકેટ (Fake certificate) આપવાના નામે અને નજીકના સ્થળે બદલી કરવાના નામે તેમજ નોકારી અપાવવાના બહાને ભ્રષ્ટાચાર (corruption) થવાની બાબત પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે કરોડો રૂપિયા ચાઉ કરી જવાની વાતનો ઘટસ્ફોટ થયો છે.

મનીષ દોષી (Manish Doshi) દ્વારા આજે એક વિડીયોના માધ્યમથી રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોએ આરોગ્ય કર્મચારીને નજીકના સ્થળે બદલી કરવા, નકલી સર્ટિફિકેટ આપવાના બહાને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. આક્ષેપ મુજબ 500 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. કર્મચારીઓએ કોઈને કોઈ રીતે નાણાની વ્યવસ્થા કરી આપવા છતાં પોતાનું કામ પૂર્ણ ન થતાં આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી પર આરોગ્ય વિભાગના કર્મચારીઓના ગ્રૂપ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ મૂકતા મેસેજ વાયરલ થયા હતા. મહાસંઘની છબી ન ખરડાય તે હેતુથી તા. 05 સપ્ટેમ્બર 2023ના રોજ ખાસ કારોબારી સભા બોલાવવામાં આવી હતી.

- Advertisement -

આ ખાસ કારોબારી સભામાં આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીને તાત્કાલિક રીતે પ્રમુખપદેથી હટાવવામાં આવવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ પ્રવકતા મનીષ દોષીએ કરોડોનું ફુલેકું ફેરવનાર રણજીતસિંહ મોરી તથા સાથી હોદ્દેદારો સામે પગલાં લેવાની માગ કરી હતી. સાથે જ પબ્લિક હેલ્થ વર્કરના કર્મચારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં ભાજપ સરકારની પણ ભૂમિકા હોવા અંગે આરોપ કર્યા હતા. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોષીએ સરકારની મિલીભગત અંગે પણ વાત કરી હતી તથા સરકાર અને શરમ સાથે કોઈ લેવાદેવા નથી એવી પણ વાત કરી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular