Wednesday, February 18, 2026
HomeGujaratRajkotઅંધશ્રદ્ધાએ હદ વટાવી, પતિ-પત્નીએ જાતે જ માથાં વાઢી બલી ચઢાવી

અંધશ્રદ્ધાએ હદ વટાવી, પતિ-પત્નીએ જાતે જ માથાં વાઢી બલી ચઢાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: Rajkot vichhiya kamal pooja :21મી સદીના આધુનિક યુગની પેઢી દિવસે ને દિવસે એક નવી વિજ્ઞાન-ટેકનોલોજી તરફ પગલાં માંડી રહી છે, વૈજ્ઞાનિક અભિગમ અપનાવી રહી છે. ત્યારે આજની તારીખમાં એવો પણ એક વર્ગ છે કે, જે અંધશ્રધ્ધાના વમળોમાંથી હજુ પણ બહાર નથી આવ્યો. અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના (tantrik vidhi) નામે ભોગ બનતા અને પરિવારની શાંતિ છીનવી લેતા અનેક કિસ્સાઓ અત્યાર સુધી અનેક જોયા, પરંતુ રાજકોટના(Rajkot) વીંછિયામાંથી (Vinchhiya) અંધશ્રદ્ધાની (superstition)હદ વટાવી નાંખતો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ભલભલાને હચમચાવી નાંખે.

Rajkot vichhiya Kamal Pooja
Rajkot vichhiya Kamal Pooja

રાજકોટના વીંછિયા ગામના વાડી વિસ્તારમાંથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ-પત્નીએ અંધશ્રદ્ધાની હદ વટાવીને પોતાના હાથે જ પૂરા આયોજનપુર્વક પોતાના જ માથાં વાઢીને તાંત્રિક વિધિના નામે બલી ચઢાવી છે.

- Advertisement -
Rajkot Kamal pooja superstition
Rajkot Kamal pooja superstition

પ્રાપ્ત વિગતો અનુસાર, વીંછિયાના વાડી વિસ્તારમાં રહેતાં પતિ-પત્ની હેમુ મકવાણા(37 વર્ષિય) અને હંસા મકવાણાંએ તેમના આયોજન પ્રમાણે આગલા દિવસે પોતાના બન્ને સંતાનોને મામાના ઘરે મૂકી આવ્યા અને ત્યારબાદ પોતાની જ ઝુંપડીમાં તાંત્રિક વિધિના ભાગરૂપે જાતે જ હવનકુંડમાં કમળ પૂજા (Kamal Pooja) કરવા માટે લોખંડનો એક માંચડો બનાવ્યો હતો. ધારદાર પ્લેટોની ગોઠવણી કરી રસ્સી ખેંચતા બન્નેનાં માથાં કપાઈને સીધાં હવનકુંડમાં હોમાઈ પડ્યા. પોતે જ પોતાની આવી આકરી બલી ચઢાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

આ ઘટના શનિવારના મોડી રાત્રે બની હતી. ગઈકાલે રવિવારના રોજ તેમના સંતાનો મામાના ઘરેથી વાડીએ પરત ફર્યા અને માતાપિતાના આ હાલતમા મૃતદેહો જોઈને પરિવારજનોને જાણ કરી હતી. આઘાતમા સરી પડેલા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ઘરી હતી. જે તપાસ દરમિયાન પોલીસને બન્નેના ધડ પાસપાસે પડેલાં તેમજ પત્નીનું માથું હવનકુંડમા પડેલું અને પતિનું માથું હવનકુંડની બહાર પડેલું મળી આવ્યુ હતું. આ સાથે પોલીસને એક સુસાઈડ નોટ સહિત 50 રૂપિયાનો સ્ટેમ્પ પણ પણ મળી આવ્યો હતો. આ બન્ને પતિ-પત્ની છેલ્લાં 3 વર્ષથી તાંત્રિક વિધિના દલદલમાં ફસાયા હોવાનું મૃતકના પિતાએ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતુ. પોલીસે બન્ને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ પોસ્પિટલમાં ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એકતરફ પતિ-પત્નીના તાંત્રિક વિધિના નામે કપાયેલા માથાં, બીજી તરફ સુસાઈડ નોટ સાથે વળી પાછો 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ મળી આવવો. આ તમામ પાસા આ સમગ્ર ઘટનાક્રમને લઈને એક ભેદી રહસ્ય ઉભું કરે છે, અનેક સવાલો ઉભા કરે છે. તેમાં પણ નવાઈની વાત તો એ છે કે, બન્નેએ જાતે જ આ તાંત્રિક વિધિ કરીને બલી ચઢાવી છે. આ દુષ્પ્રેરણા તેમને કોણે આપી? ને કોણ આ વિધિમાં સંકળાયેલુ છે? એવી તો કંઈ મજબૂરી કે જાતે જ પોતાના માથાં વાઢવાં પડ્યાં? તેના હજી સુધી કોઈ ખુલાસા થયા નથી.

- Advertisement -

TAG: Rajkot Crime News, Vichhiya kamal pooja, Vinchhiya News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular