નવજીવન ન્યૂઝ.પાટણ: Patan Roti Video Viral : ગુજરાતી લોકગાયક કિર્તિદાન ગઢવીના (Kirtidan Gadhvi) રાજ્યમાં ઠેર-ઠેર લોકડાયરાઓ (Lok Dayro) ચાલી રહ્યા છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે, લોકડાયરમાં ડોલરો, ભારતીય ચલણી નોટો, સોના ચાંદીના સિક્કાનો વરસાદ થતો હોય છે, પણ આ વખતે લોકડાયરામાં કંઈક નવી જ ઘટના સામે આવી છે. જ્યાં એક સમયે પૈસા અને ડોલરોથી ભરાયેલા સ્ટેજ પર રોટલીઓનો (Roti Donation) ખડકલો જોવા મળ્યો હતો. પાટણમાં રોટલીયા હનુમાન મંદિર (Patan Rotaliya hanumanji temple) ખાતે પોટાત્સવ નિમિત્તે કિર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યાં મોટી સંખ્યામાં ચાહકો રોટલીઓ સાથે ડાયરામાં ઉમટી પડ્યા હતા અને આ ડાયરામાં ટિકિટના બદલે રોટલી લઈને આવવા જણાવ્યું હતું. જ્યાં લોકોએ પણ રોટલીઓ ખરીદી સ્ટેજ પર પધરાવી હતી અને 50 હજારથી વધુ રોટલીઓ સ્ટેજ પર જમા થઈ હતી. જે અબોલા પશુઓ ગાય, ભેંસ, કૂતરાઓને ખવડાવવામાં આવશે.
ઉત્તર ગુજરાતના પાટણમાં મલ્હાર લીંક રોડ પર આવેલા રોટલીયા હનુમાન મંદિર ખાતે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં લોકગાયક કિર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ લોક ડાયરામાં ટિકિટના બદલે સાંભળવા આવેલા તમામ ભક્તોને રોટલીઓ સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અબોલા પશુઓને ભોજન મળી રહે તે હેતુ સાથે કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. જ્યાં ભક્તોએ રોટલી સાથોસાથ ચલણી રૂપિયાનો પણ વરસાદ કર્યો હતો. રોટલીયા હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાને પ્રસાદ તરીકે રોટલી-રોટલાઓ ચડાવવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પોટાત્સવમાં ઉમટ્યા હતા અને હનુમાન દાદાના દર્શનની સાથો-સાથ લોકડાયરાનો લ્હાવો લીધો હતો. સામાન્ય રીતે કોઈપણ લોકડાયરામાં ટિકિટ અને પાસ જેવી વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે પરંતુ, રોટલીયા હનુમાન મંદિર ખાતે એક અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં ભક્તોને રોટલીઓ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલીઓ વચ્ચે કિર્તિદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી ભક્તોને હિલ્લોળે ચડાવ્યા હતા. કિર્તિદાન ગઢવીએ પણ 5 જેટલી રોટલીઓ સાથે ડાયરામાં પ્રવેશ મેળવ્યો હતો.
આ અંગે કિર્તિદાન ગઢવીએ જણાવ્યું કે, “મને ખૂબ આનંદ અને રાજીપો થયો કે પાટણમાં રોટલીયા હનુમાન દાદાનુ મંદિર વિશ્વનુ એક માત્ર એવું મંદિર છે, જ્યાં કોઈ ફૂલ, આભૂષણ નહીં પણ પ્રસાદ તરીકે હનુમાન દાદાને રોટલા-રોટલીઓ ચડાવવામાં આવે છે. તેમાં જે રોટલીઓ એકત્રિત થાય છે તેને અબોલા પશુ શ્વાન, ગાય, ભેંસને પ્રસાદી તરીકે આપવામાં આવે છે. રોટલીયા હનુમાન દાદાના મંદિર ખાતે અબોલા પશુઓને ભોજન પણ મળી રહે, તેમની ભૂખ સંતોષી શકાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સુંદર પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે. હું પણ ખૂબ આનંદ અનુભવું છું કે આ સુંદર પ્રકારના કાર્યક્રમમાં સહભાગી બન્યો.
TAG: Patan News, rotaliya hanuman temple, Kirtidan Gadhvi Dayro, Patan Roti Rotla Video Viral
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








