નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad firecrackers Stunt Video : અમદાવાદ શહેરમાં (Ahmedabad City) વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થયાની ખૂશીમાં જાહેર માર્ગ પર એવું કૃત્ય કર્યું કે, હવે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) તેમને શોધી રહી છે. છેલ્લાં કેટલાંક દિવસથી એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં ચાલુ કારે અંદર બેઠેલા કેટલાંક લોકો ફટાકડાં (firecrackers)સળગાવીને બહાર રોડ પર ફેંકતાં હતા. જોકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી છે અને તેમની વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કારમાં સવાર કેટલાંક લોકો ફટાકડાં ફોડી રહ્યા હતા. આ દરમિયાન કારની પાછળ આવી રહેલા એક વાહન પર સવાર યુવતી પાસે ફટાકડો જઈને ફુટ્યો હતો. જેના કારણે તે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. યુવતીને હાથ અને પેટના ભાગે દાજી જવાથી ઈજાઓ પહોંચી હતી.
સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો વસ્ત્રાલ વિસ્તારનો અને ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયે વિદ્યાર્થી દ્વારા ઉજવણી કરવા માટે સ્ટંટ કર્યો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત કારમાં સવાર યુવકો સગીર વયના હોવાની પણ ચર્ચા છે. આ બનાવ અંગે શહેર પોલીસે જાણવા જોગ દાખલ કરી છે અને ઈજાગ્રસ્તને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે આ બનાવને 10 દિવસથી વધુ સમય વિતવા છતાં સ્ટંટ કરનારા યુવકોને પોલીસ શોધી શકી નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








