નવજીવન ન્યૂઝ. રાજકોટઃ હરીધામ સોખડાના ત્યાગ વલ્લભ સ્વામી વિવાદના વંટોળમાં સપડાયા છે. ત્યારે ત્યાગ વલ્લભ સ્વામીએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે પવિત્ર જાનીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાત ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે. 33 કરોડની ઉચાપત કેસ મામલે ધરપકડથી બચવા માટે ત્યાગ વલ્લભ સ્વામીએ રાજકોટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આત્મીય યુનિવર્સીટી સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલીત છે. આ ટ્રસ્ટ સાધુ હરિપ્રસાદ દાસે શિક્ષણીક હેતુ માટે લીધું હતું. તેમણે સોખડા ગામે સ્થિત હોવાના કારણે આ ટ્રસ્ટની જવાબદારી ત્યાગ વલ્લભદાસને સોંપી હતી. ત્યાગ વલ્લભદાસ રેકર્ડ પર સેક્રેટરી હોવાથી ટ્રસ્ટ તથા આત્મીય યુનિવર્સીટી સહિતની શૈક્ષણીક સંસ્થાઓના તમામ આર્થીક અને વહીવટી વ્યવહારની જબાદારી તેમણે કરતાં આવ્યા છે.
વર્ષ 2021માં હરીપ્રસાદ સ્વામીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ હરીધામ સોખડા અને તેના તાબા હેઠળ આવતા તમામ ટ્રસ્ટો સબંધે સાધુ ત્યાગ વલ્લભ અને સાધુ પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીએ અનેક ગેરરીતી આચરી છે. જે અંગે ટ્રસ્ટોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોદરય કેળવળી સમાજના ઓડીટ રીપોર્ટ, બેંક સ્ટેટમેન્ટસ અને સંબંધીત કાગળો આધારે સામે આવ્યું કે, સેક્રેટરી ત્યાગ વલ્લભ, ટ્રસ્ટી ધર્મેશ જીવાણી, ધર્મેશ જીવાણીના પત્ની વૈશાખી અને નીલેશ મકવાણાએ ટ્રસ્ટમાં રૂપિયા 33 કરોડની ઉચાપત કરી છે.
ટ્રસ્ટના સેક્રેટરી અને તેના મળતીયાઓએ વર્ષ 2004માં આત્મીય ટેક ઉત્કર્ષ નામનું નકલી બેંક ખાતું ખોલાવીને કટકે-કટકે ત્રણ કરોડ છત્રીસ લાખ જમા કરાવ્યા હતા. આ ખાતામાંથી ડમી એગ્રીમેન્ટના આધારે પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં જમા કરી દીધા હતા. આ કંપનીના ડીરેક્ટર ધર્મેશ જીવાણી, તેમના પત્ની વૈશાખી જીવણી અને નીલેશ મકવાણા છે. વર્ષ 2014થી આજદીન સુધી સર્વોદય કેળવણી મંડળ સંચાલીત સંસ્થાઓમાં ફરજ ન બજવતા હોય તેવા વ્યક્તિઓના નામ કર્મચારી તરીકે બતાવીને તેમના બેંક ખાતા ખોલાવામાં આવ્યા હતા અને આ રકમને ઉપાડી લેવામાં આવી હતી.








