Sunday, August 9, 2026
HomeGujaratસુરત નવી સિવિલ બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ તબીબે ગળાફાંસો ખાધો, કામનું ભારણ આપઘાત...

સુરત નવી સિવિલ બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ તબીબે ગળાફાંસો ખાધો, કામનું ભારણ આપઘાત માટે જવાબદાર ?

- Advertisement -

Resident doctor of Surat Civil Hospital commits suicide : સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ તબીબે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૂળ અરવલ્લીના મોડાસાના ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. મૃતક હર્ષ પંડ્યા ધનસુરા સીએચસી સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુભાષ પંડ્યાના પુત્ર હતા. હર્ષ પંડ્યાના આપઘાતનું ઠોસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ કામનું ભારણ જવાબદાર હોવાની સંભાવના છે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Pansheriya) એ તપાસના આદેશ આપ્યા છે.

મોડાસા શહેરની કૃષ્ણપ્રિયાચર્યા સોસાયટીમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમડી માઈક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ તબીબ ડૉ.હર્ષ સુભાષભાઈ પંડ્યાએ આપઘાત કરી લીધો છે. ખટોદરા પોલીસે આ મામલે નોંધ કરી તપાસ આરંભી છે. હર્ષ પંડ્યાના મોતની જાણકારી મળતા મોડાસાથી પરિવારજનો સુરત સિવિલમાં પહોંચી ગયા હતા. પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. આજે રવિવારે 9 ઓગસ્ટની સવારે હર્ષ પંડ્યા હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર નહીં મળી આવતા સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જો કે, તેમનો ફોન બંધ આવતો હોવાથી હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા જણાવાતા આપઘાતનો મામલો સામે આવ્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular