Sunday, April 19, 2026
HomeGujaratકલોલમાં કોલેરા ફાટી નીકળતા તંત્ર દોડતુ થયું, 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર...

કલોલમાં કોલેરા ફાટી નીકળતા તંત્ર દોડતુ થયું, 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કલોલ: ગાંધીનગરના કાલોલમાં છેલ્લા ઘણા સમયથી પ્રદુષિત પાણી આવવાની સમસ્યા છે, આ અંગે સ્થાનિકોએ ઘણી વાર તંત્રને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરતું હતું. ત્યારે હવે કલોલના જુદા જુદા વિસ્તારોમાં કોલેરાનો રોગ ફાટી નીકળતા હવે તંત્ર દોડતું થયું છે. આજે ગાંધીનગર જિલ્લા કલેક્ટર, TDO, SDM સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ આ સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.

કલોલમાં જુમ્મા મસ્જીદ, મટકુવા અને બાગ્લાદેશીછાપરા સહિતના વિસ્તારોમાંથી કોલેરાના ચિંતાજનક કેસો સામે આવતા તંત્ર દોડતું થયું છે. આ રોગચાળો ફાટી નીકળવાની ઘટના પાછળ લોકો પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોવાનું ગણાવી રહ્યા છે. હાલ કોલેરાના કેસ સામે આવતા કલોલની હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા છે. તેમજ ઘટનાને પગલે ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયા અને TDO સુરભી ગૌતમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. સમ્રગ બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ બીમારીને કઈ રીતે દૂર કરી શકાય તેના માટે બેઠક બોલવામાં આવી છે. તંત્ર દ્વારા આરોગ્ય વિભાગની ટીમને ડોર ટુ ડોર સેમ્પલ લેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.

- Advertisement -

કોલેરા ફેલાવા પાછળ મુખ્ય કારણ દૂષિત પાણી અને ખોરાક છે. આ બીમારી ગંદા હાથ અને નખમાંથી પણ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રસરી શકે છે. આ ઉપરાંત ગંદા પાણીના કારણે ઝાડા-ઉલટી સહિતની બીમારીઓ જોવા મળે છે. હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઈ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કેવી રીતે બીમારી પર નિયંત્રણ મેળવી શકાય તે માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular