Sunday, August 9, 2026
HomeInternationalયુદ્ધ પછી પ્રથમ વખત વીડિયોમાં દેખાયા સુપ્રીમ લીડર મોજતબા ખામેની, જાહેરમાં હજુ...

યુદ્ધ પછી પ્રથમ વખત વીડિયોમાં દેખાયા સુપ્રીમ લીડર મોજતબા ખામેની, જાહેરમાં હજુ સુધી દેખાયા નથી

- Advertisement -

Mojtaba Khamenei’s video sparks debate : ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની (Iran new Supreme Leader Mojtaba Khamenei) ના એક વીડિયો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. ઈરાન-અમેરિકા યુદ્ધ (Iran-US War) પછીનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં મોજતબા જમીન પર લોકોની વચ્ચે બેસીને વાતો કરતા દેખાઈ રહ્યાં છે. છેલ્લાં કેટલાય દિવસોથી મોજતબા ખામેનીના સ્વાસ્થ્યને લઈને અલગ અલગ દાવા કરવામાં આવતા હતા. જોકે, આ વીડિયો રેકોર્ડેડ છે કે કેમ ? તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઈઝરાયલી ચેનલ 14 એ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, મોજતબાની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મોજતબા ખામેની ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના બીજા પુત્ર છે. અલી ખામેનીના મૃત્યુ બાદ મોજતબા 56 વર્ષની વયે ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા. મોજતબા ખામેની સુપ્રીમ લીડર બન્યા ત્યારથી તેઓ જાહેરમાં દેખાયા જ નથી. તેમણે કોઈ ભાષણ પણ આપ્યું નથી. તેઓ તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ દેખાયા ન હતા. સરકારી ન્યૂઝ એજન્સીઓએ તેમના નામે માત્ર કેટલાંક લેખિત સંદેશા જારી કર્યા હતા. સુપ્રીમ લીડર બન્યા પછી આ તેમનો પહેલો વીડિયો છે. જોકે, વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, તેની જાણકારી આપવામાં આવી નથી.

- Advertisement -

ઈઝરાયલી મીડિયાના દાવા અનુસાર 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં મોજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ થયા હતા. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ (The New York Times report) અનુસાર હુમલા બાદથી મોજતબા એક ગુપ્ત ઠેકાણે છુપાયા છે. જ્યાં તબીબોની ટીમ તેમની સંભાળ રાખી રહી છે. મોજતબાનો વીડિયો સામે આવ્યા પછી આ દાવાઓ પર સવાલો ઉભા થયા છે, પરંતુ તેમની વર્તમાન સ્થિતિને લઈને હજુ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular