નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેરમાં (Rajkot)ખુલ્લા ખાડાના કારણે થતા બાઈક પર પસાર થતા યુવકનું મોત (Youth Died)નિપજ્યું છે. રસ્તા પરના ખાડાના કારણે અકસ્માતમાં (Accident) યુવકના મોતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા તંત્રની (RMC) જીવલેણ બેદરકારી સામે આવતા નગરજનો આ મામલે સવાલો ઉઠાવતા જોવા મળ્યા હતા.

રાજકોટ શહેરના રૈયા રોડ પર ટેલિફોન એક્સચેન્જ નજીકથી પસાર થઈ રહેલા હર્ષ અશ્વિનભાઈ ઠક્કરનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક નિર્માણાધીન બ્રિજના કામ માટે ગર્ડર મુકવાનો ખાડો ખોદવામાં આવ્યો હતો. બાઈક લઈને પસાર થઈ રહેલા યુવક આ ખાડામાં પડતા અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર આ ખાડાની આસપાસ કોટ્રાક્ટર કંપની દ્વાર પ્લાસ્ટીની પટ્ટી લગાવી સેફ્ટીનું નામ માત્ર કામ કરવામાં આવ્યું હતું જેના કારણે યુવકને ખાડામાં પડતા બચી શક્યો નહીં અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બાઈક સાથે ખાડામાં પડતા અકસ્માત સર્જાતા યુવકને બચાવવા માટે આસપાસ રહેલા લોકો દોડી ગયા હતા. પરંતુ ખાડામાં રહેલા સ્ટીલના સળીયા સાથે અથડાતા ઘાયલ થયેલો યુવક એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ મોતને ભેટ્યો હતો. આ કરૂણ ઘટનાને પગલે સ્થાનીક રહીશોમાં મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર કંપનીની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. લોકોની માગણી છે કે સેફ્ટી વગર બ્રિજનું કામ કરતી કંપની વિરૂધ્ધ પગલા લેવામાં આવે જેથી આવી ઘટના ફરી ઘટતી અટકાવી શકાય.

હાલ મહાનગરપાલિકા દ્વારા આ ઘટના બાદ સેફ્ટી માટે ખાડની આસપાસ બેરીકેડ ગોઢવવામાં આવાત ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ મામલે મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ ઘટનાને દુઃખદ ગણાવી જણાવ્યું હતું કે, ‘ઘટના મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સિટી એન્જિનિયર પણ સ્થળની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરશે. પ્રાથમિક રીતે ઘટના પાછળ પ્રાથમિક કારણ ગર્ડર લોન્ચિંગ માટે એજન્સીએ ખોદેલો ખાડો હોવાનું જણાય છે. એજન્સી દ્વારા ખાડાની આસપાસ સેફ્ટી રીલ પણ બાંધી હતી. પરંતુ આ પુરતું હતું કે નહીં તે માટે તપાસ કરવામાં આવશે અને જવાબદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.’

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796