Sunday, April 19, 2026
HomeInternationalપાડી જ દેવાની વાતો કરતા ટ્રમ્પ ભયભીતઃ વ્હાઈટ હાઉસમાં બની રહ્યું છે...

પાડી જ દેવાની વાતો કરતા ટ્રમ્પ ભયભીતઃ વ્હાઈટ હાઉસમાં બની રહ્યું છે અભેદ બંકર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ White House Bunker અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસમાં એક વિશાળ સુરક્ષા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે ₹4000 કરોડના ખર્ચે બનતા આ પ્રોજેક્ટમાં અદ્યતન સુરક્ષાવાળો બંકર White House Bunker અને ભવ્ય સમારંભ હોલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે વ્હાઇટ હાઉસના પૂર્વ ભાગને તોડી નવી રચના કરવામાં આવી રહી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો હેતુ સુરક્ષા મજબૂત બનાવવાનો અને મહેમાનગતિ માટે વધુ સુવિધાઓ ઊભી કરવાનો છે. આખા વિશ્વમાં આ માણસને કારણે તંગદિલ વાતાવરણ બન્યું છે. જ્યાં ત્યાં બસ પાડી દઉ, ફૂંકી મારું, વગેરે જેવી ધમકીઓ પછી હવે ટ્રમ્પને કોનાથી ભય લાગ્યો કે વ્હાઈટ હાઉસને વધુ સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે. જોકે આવી હરકતો પછી ડર લાગવો પણ સ્વાભાવીક છે.

કોર્ટનો નિર્ણય

- Advertisement -

વોશિંગ્ટનની અપીલ કોર્ટએ આ પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી આપી છે. અગાઉ નીચલી કોર્ટ દ્વારા ઐતિહાસિક ઇમારતમાં ફેરફાર અંગે પ્રશ્નો ઉઠાવી કામ પર આંશિક રોક લગાવવામાં આવી હતી. હવે આ રોક દૂર કરવામાં આવી છે અને આગામી સુનાવણી 5 જૂન માટે નક્કી કરવામાં આવી છે.

બંકર અને સમારંભ હોલ

આ પ્રોજેક્ટનો મુખ્ય ભાગ જમીન નીચે બનાવાતો સુરક્ષિત બંકર છે, જે આકસ્મિક પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ અને સ્ટાફને સુરક્ષા આપશે. સાથે જ, લગભગ 90,000 ચોરસ ફૂટ વિસ્તારમાં એક ભવ્ય સમારંભ હોલ પણ બનાવવામાં આવી રહ્યો છે.

- Advertisement -

ખર્ચ અને વિરોધ

સમારંભ હોલ માટેનો ખર્ચ ખાનગી દાતાઓ દ્વારા કરવામાં આવશે, જ્યારે સુરક્ષા સંબંધિત વ્યવસ્થાનો ખર્ચ સરકારી ખજાનામાંથી થશે. આ મુદ્દે National Trust for Historic Preservation જેવી સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે ઐતિહાસિક ઇમારતમાં જરૂરી મંજૂરી વિના તોડફોડ કરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular