નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election)નો પ્રચાર કરવા તમામ રાજકીય પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં જામનગરના ક્રિકેટરના ધરમાં ચૂંટણી કંકાસ જામ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. જામનગરના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા (Ravindra Singh Jadeja)ના પત્નીને ભાજપમાંથી જામનગર ઉત્તરની બેઠકથી ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણીના મેદાનમાં પત્નીને સપોર્ટ કરવા રવિન્દ્ર જાડેજા પણ આવી ચૂક્યા છે. તેમણે એક વીડિયો મારફતે પોતાના પત્ની માટે પ્રચાર કર્યો હતો. જ્યારે બીજી તરફ તેમના જ પરિવારના એક અન્ય સભ્ય રિવાબા (Rivaba Jadeja) ને હરાવવા પાછળ લાગ્યા હોય તેમ આકરા પ્રહાર કરી રહ્યા છે.
જામનગર ઉત્તર બેઠકમાં ભાજપે રીવાબાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને આ બેઠક પરથી ટિકિટ આપી છે. રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસના નેતાના સમર્થનમાં છે. જેથી આ બેઠક પર એક જ પરિવારના સભ્ય અલગ-અલગ પક્ષના સમર્થનમાં આવતા ઘરમાં કંકાસ મંડાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે, ફરી એક વખત રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબાએ તેમના ભાભી રિવાબા પર આકરા પ્રહારો કરીને અનેક આક્ષેપો કર્યો હતા.
ભાજપના ઉમેદવાર ભાભી પર પ્રહાર કરાતા કોંગ્રેસી નેતા નણંદ નયનાબાએ આક્ષેપ કર્યાં હતા કે, રીવાબાએ ઈવીએમ મશીનમાં રીવાસી હરદેવસિંહ સોલંકીનું ઉપનામ આપ્યું છે, જ્યારે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ બ્રેકેટમાં રાખ્યું છે, ત્યારે નયનાબા એ સવાલ પેદા કરતા કહ્યું કે, શું તેમને અટક બદલવાનો સમય ન મળ્યો કે ખાલી રવીન્દ્રસિંહના નામે પબ્લિસિટી મેળવવામાં આવી રહી છે? રીવાબાનું મતદાન મથક રાજકોટમાં છે, તો તેમને રાજકોટમાંથી ઉમેદવારી કરવી જોઈએ નહીં કે જામનગરમાંથી, તેમણે આયાતી ઉમેદવાર છે, જો તેમણે પોતાને મત નથી આપવાના તો લોકોને ક્યા હકથી મત માગો છો, તેઓ વઘુ સમય તો વિદેશમાં હોય છે, ચૂંટણી પછી રાજકોટમાં રહેવાના છો તો લોકોની પરિસ્થિતિ કઈ રીતે જાણશો.
આમ જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર તેમના બહેન નયનાબાએ જ રાજકીય રીતે આકરા પ્રહારો કરતા રાજકારણ ગરમાયું છે. ઉપરાંત નયનાબા દ્વારા ઉઠાવાયેલા સવાલો પણ જામનગરની જનતા વચ્ચે ચર્ચામાં સામેલ થવા લાગ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |