નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકાના વોશિંગ્ટન ડીસીની હૉટેલ હિલ્ટનમાં કૉરસ્પોન્ડન્ટ્સ ડિનરના કાર્યક્રમ સમયે થયેલા ગોળીબારની ઘટનાએ વિશ્વભરમાં ચર્ચા જગાડી છે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા જેફરી એપસ્ટિન સાથે જોડાયેલા વિવાદ (Jeffrey Epstein controversy) ની છે. ગોળીબાર કરનારા કોલ ટોમસ એલને હુમલો કર્યો તે પહેલાં તેના પરિવારને એક પત્ર/મેનિફેસ્ટો (Cole Thomas Allen Manifesto) મોકલ્યો હતો. પત્રમાં ‘બાળકોનું શોષણ કરનારા, રેપિસ્ટ અને ગદ્દાર’ જેવા ગંભીર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુ (Donald Trump Interview) દરમિયાન મહિલા રિપોર્ટર પર ભડક્યા હતા. CBS News ની પત્રકાર નોરા ઓ’ડોનેલે (Norah O’Donnell) જ્યારે હુમલાખોરના કથિત મેનિફેસ્ટો વિશે વાત કરી રહી હતી, ત્યારે ટ્રમ્પનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં રિપોર્ટરને ખખડાવી દીધી હતી અને કહ્યું કે, તે એક માનસિક બીમાર વ્યક્તિની બકવાસ વાતો વાંચી રહી છે.
પત્રકાર નોરા ઓ’ડોનેલે જ્યારે હુમલાખોરના પત્રમાં લખેલા શબ્દો વાંચી સંભળાવ્યા અને ટ્રમ્પને સવાલ કર્યો, ત્યારે ટ્રમ્પનો ગુસ્સે થઈ ગયા (Donald Trump vs Nora O’Donnell) હતા. તેમણે અત્યંત ગુસ્સામાં પત્રકાર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તમે એક માનસિક બીમાર વ્યક્તિની વાતો ટીવી પર વાંચી રહ્યા છો જે ખૂબ જ શરમજનક છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો બચાવ કરતા કહ્યું કે, ‘હું રેપિસ્ટ નથી અને મારે આવા કોઈ ગંદા કૃત્યો સાથે લેવાદેવા નથી.’ તેમણે આક્ષેપ કર્યો કે, વિરોધીઓ અને કેટલાક મીડિયા લોકો જાણી જોઈને તેમનું નામ એપસ્ટિન જેવા વિવાદોમાં ઢસડી રહ્યા છે જેથી તેમની છબી ખરડાય. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, મને આ કેસોમાં પહેલા જ ક્લીન ચિટ મળી ચૂકી છે અને આવી બાબતો સાથે મારે કોઈ લેવાદેવા નથી.








