નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) સમયે આધાતજનક સામાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad)ના સાણંદ તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા આર.કે. પટેલે (R K Patel) આત્મહત્યા કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાણંદ (Sanand)ની જવાબદારી પણ મળી હતી. જોકે આજે સવારે તેમણે સાણંદના નિવાસ્થાનેથી પાંચમાં માળેથી જમ્પ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ તપાસમાં લાગી છે.
અમદાવાદના સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે બજાવતા અને પ્રાંત અધિકારી આર.કે. પટેલે આજે વહેલી સવારે સાણંદના પ્રેરણા તીર્થ સોસાયટી નજીક આવેલા નિર્મીત ફ્લોરાના પાંચમાં માળેથી જપ્મ લગાવીને પડ્તુ મુક્યું હતું. જોકે આ મામલે સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. હાલ આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, સાણંદના ડેપ્યુટી કલેક્ટર તરીકે રાજેન્દ્ર પટેલ (Rajendra Patel)નું થોડા દિવસ અગાઉ જ પોસ્ટિંગ થયું હતું. સાણંદના ફ્લોરા સોસાયટીમાં B 403માં પંદર દિવસ પહેલા જ રહેવા માટે આવ્યા હતા. ગત મોડી રાત સુધી સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા બાદ આત્મહત્યા કરી હતી. તેમણે કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ પરિવારજનો અને પરિચતો પાસે માહિતી મેળવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી દેવસ્થાનના વહીવટદાર, પૂર્વ મંત્રી પરબત પટેલ અને યોગેશ પટેલના અંગત સચિવ પણ તેમણે રહી ચૂક્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |