નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election) નો માહોલ જામતા હવે નશાખોરોની મુશ્કેલી વધી છે. આચાંરસહિતા ચાલતી હોવાના કારણે અનેક બુટલેગર્સ પોલીસ પકડથી બચવા અંડર ગ્રાઉન્ડ થયા છે. ત્યારે ચૂંટણીના માહોલમાં દારૂ અને ડ્રગ્સ રાજ્યમાં ઘુસે નહીં તે માટે સરહદો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જોકે નશાખોરને દારૂ, ડ્રગ્સ જેવા પદાર્થો ન મળતા હવે સસ્તા નશા તરફ વળ્યા છે. જોકે સસ્તા નશા પદાર્થો વેચનારા સામે પણ પોલીસ કાર્યવાહી કરી છે.
અમદાવાદમાં ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં જાહેરમાં એક યુવતી કફ સીરપનો જથ્થો વેચી રહી છે. માહિતીના આધારે SOGના કર્મીએ દાણીલીમડામાં આવેલા અબ્બાસ ટેનામેન્ટ પાસે વોચમાં હતા, આ દરમિયાન 22 વર્ષીય એક યુવતી પોતાના હાથમાં એક બોક્સ ઘરમાંથી લાવીને ઘર બહારના રોડના રોડ પર બેસી હતી. આ બોક્સમાં કફ સિરપનો જથ્થો હોવાનો અનુમાન લગાવી યુવતીને કોર્ડન કરીને SOGની ટીમે તપાસ કરતાં બોક્સમાંથી કફ સીરપનો જથ્થો મળી આવ્યો ગતો.
આ વિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે રેડ દરમિયાન મામલો બીચકે તેવી શક્યતા હોવાના કારણે પોલીસે તુરંત યુવતીને સરકારી વાહનમાં બેસાડીને SOGની ઓફિસે લાવ્યા હતા. યુવતીનું નામ નાઝીયા રઈસહુસેન શેખ હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી કફ સિરપની 25 બોટલ ઝડપાઈ હતી. સમગ્ર બાબતે પોલીસે એન.ડી.પી.એસ એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં યુવાનો સસ્તા નશાના રવાડે ચઢી રહ્યા છે. જેથી આ વિસ્તારમાં આવા નશીલા પદાર્થ વિપુલ પ્રમાણમાં વેચાય છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અગાઉ અનેક વખત દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાંથી કફ સીરપનો જથ્થો પકડી સસ્તા નશાના કારોબારનો ભાંડો ફોડ્યો છે. ગઈકાલે દાણીલીમડા પોલીસના નાક નીચેથી તેમના જ વિસ્તારમાં જાહેર રોડ પર નશીલા પદાર્થનું વેચાણ કરતી યુવતીનું ઓપરેશન પાર પાડતા સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સ્થાનિક પોલીસ નશાના કારોબાર કરતાં લોકો સામે કાર્યવાહી કરશે કે દર વખતની જેમ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યુ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |