નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગમાં લાખો/કરોડો રૂપિયાનો બેફામ ભ્રષ્ટાચાર (Corruption in CGST) આચરવામાં આવે છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat ACB) ની ટીમે 10 દિવસમાં નડિયાદ અને રાજકોટ ખાતે ટ્રેપ ગોઠવીને લાખો રૂપિયાની લાંચ લેતા 1 કલાસ વન અને 2 કલાસ ટુ અધિકારીઓ તેમજ એક ટેક્સ કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે.
ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીની મંગળવારે મત ગણતરી ચાલી રહી હતી. બીજી તરફ એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ શહેર (ACB Police Station Rajkot City) ના પીઆઈ એ.એ.ખોખર અને પીઆઈ પી.એ.દેકાવાડીયા રાજકોટમાં લાંચનું છટકું ગોઠવી આરોપીઓને પકડવા ફિલ્ડીંગ લગાવી હતી. CGST કચેરીમાં જીએસટી નહીં ભરવા તેમજ ખોટા બિલ બનાવવા અંગે થયેલી અરજીની પતાવટ કરવા અધિકારીએ ટેક્સ કન્સલ્ટન્ટ થકી 25 લાખની લાંચ માગી હતી. રકઝક બાદ CGST Rajkot ના સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ વતી 20 લાખની લાંચ લેવા આવેલા ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઈ મુકેશકુમારની પણ ધરપકડ કરી હતી.
ગત 18 એપ્રિલના રોજ ACB Team એ શરૂઆતમાં 55 લાખની લાંચ માગી પ્રથમ હપ્તા પેટે 10 લાખ લેવાના કેસમાં Nadiad CGST Office ના બે અધિકારીઓને ઝડપી પાડ્યા હતા. ઇન્સ્પેક્ટર સુબોધ ચૌહાણ અને સુપ્રિટેન્ડન્ટ અમરનાથ સરોજે એક ટ્રાન્સપૉર્ટરની ગાડી છોડવા પેટે 55 લાખની ડિમાન્ડ કરી હતી.








