નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવેલા પરિણામોમાં ઘણા બધા સ્થાનો પર ઉલટફેર (Local Body Elections Gujarat Result) જોવા મળ્યો છે. આ વખતે કૉંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કૉપૉરેશનમાં ગત વર્ષની સરખામણીએ 7 બેઠકો વધુ મેળવતા 32 સીટ અંકે કરી છે. અમદાવાદને બાદ કરતા બાકીની ત્રણ મોટી મહાનગર પાલિકામાં 10 ટકાથી ઓછી બેઠકો આવી હોવાથી વિપક્ષ નેતા નહીં હોય. અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટી AIMIM ના સૂપડા સાફ થઈ ગયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉપૉરેશનની ચૂંટણી (Ahmedabad Municipal Corporation Elections) માં 192 બેઠકો પૈકી 160 પર ભાજપ અને 32 પર Congress એ જીત મેળવી છે. સુરત મ્યુનિસિપલ કૉપૉરેશન ઈલેકશન (Surat Municipal Corporation Election) માં 120 બેઠકો પૈકી 115 પર ભાજપ, 1 પર કૉંગ્રેસ અને Aam Aadmi Party એ 4 બેઠક અંકે કરી છે. વડોદરા મ્યુનિસિપલ કૉપૉરેશનની ચૂંટણી (Vadodara Municipal Corporation Elections) માં 76 બેઠકો પૈકી 69 પર BJP અને 6 બેઠક પર કૉંગ્રેસે જીત મેળવી છે. જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કૉપૉરેશન ઈલેકશન (Rajkot Municipal Corporation Election) માં 72 બેઠકો પૈકી 65 પર ભાજપ અને 7 બેઠક પર કૉંગ્રેસ બાજી મારી છે.








