Thursday, March 28, 2024
HomeGujaratગોંડલઃ રિબડાના અનિરૂદ્ધસિંહએ અધિકારી પર લગાવ્યા આક્ષેપ, કહ્યું અહીં બધું એકતરફી થઈ...

ગોંડલઃ રિબડાના અનિરૂદ્ધસિંહએ અધિકારી પર લગાવ્યા આક્ષેપ, કહ્યું અહીં બધું એકતરફી થઈ રહ્યું છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટની ગોંડલ બેઠક પર રાજકીય સ્થિતિ વધુ વણસી રહી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. ગોંડલના રીબડામાં મતદાન પરિષરમાં જ અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગુસ્સો ઠાલવતા અધિકારીઓ તેમજ ચૂંટણી પંચ ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણી દરમિયાન ગોંડલ બેઠક પર રાજકારણ ગરમાયું છે.

ગોંડલ વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ અને પુત્ર મતદાન કરવા માટે રિબડા ગામમાં આવ્યા હતા. જ્યાં જયરાજસિંહ જાડેજાએ મતદાન પરિસરમાં મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યું હતું, ત્યાર બાદ રીબડાના અનિરૂદ્ધસિંહ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે તે જ જગ્યાએ મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ દરમિયાન ફરજ પર હાજર અધિકારીઓએ અનિરૂદ્ધસિંહને અટકાવતા અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી.

- Advertisement -

અનિરૂદ્ધસિંહએ મીડિયાને જણાવ્યું હતુ કે, જ્યારે જયરાજસિંહ જાડેજા મતદાન પરિસરમાં મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યું તે સમયે અધિકારીઓને કોઈ વાંધો ન હતો, રિબડામાં આવીને પોલીસ અને પ્રિસાઈડિંગ કહે છે કે બહાર જઈને ઈન્ટરવ્યુ લો તો આ કેવો ન્યાય. બધુ એકતરફી ચાલી રહ્યું છે, મારા ગોંડલના મતદારો બહુ સમજદાર છે 8 તારીખે જયરાજસિંહની ઓકાત મતદાર ઠેકાણે લાવી દેશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular