નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)ના પ્રથમ તબક્કાના મતદાનની આજે સવારથી શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજ્યમાં 11 વાગ્યા સુધી સરેસાશ 19.13 ટકા મતદાન થયું હોવાની જાણકારી સામે આવી છે, તાપી જિલ્લામાં સૌથી વધુ 26.47 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછુ મતદાન દેવભૂમિ દ્વારકામાં 15.86 ટકા મતદાન થયું છે. આજે સવારથી કેટલાક મતદાન મથક પર મતદારોની લાંભી કતાર જોવા મળી હતી, તો કેટલીક જગ્યાએ કાગડા ઉડતા જોવા મળ્યા હતા.
પ્રથમ તબક્કાના મતદાન પર નજર કરીએ તો સવારે 11 વાગ્યા સુધીમાં અમરેલીમાં 19%, ભરૂચમાં 17.57%, ભાવનગરમાં 18.84%, બોટાદ 18.50%, ડાંગમાં 24.99%, દેવભૂમિ દ્વારકા 15.86%, ગીરસોમનાથ 20.75%, જામનગર 17.85%, જૂનાગઢ 18.85%, કચ્છ 17.62%, મોરબીમાં 22.27%, નર્મદા 23.73%, નવસારી 21.79%, પોરબંદર 16.49%, રાજકોટ 18.98%, સુરત 18.07%, સુરેન્દ્રનગર 20.67%, ટાપી 26.47%, વલસાડ 19.57% મતદાન નોંધાયું છે.
પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો પણ વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાનના દિવસે મોંધવારીની ઝલક જોવા મળી હતી. અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી(Paresh Dhanani)એ અનોખી રીતે વિરોધ કરીને મતદાન મથક પર પહોંચ્યા હતા. ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધીને મતદાન કરવા પહોંચ્યા હતા. આજ પ્રકારે રાજકોટ પશ્વિમ બેઠકના આપના ઉમેદવાર દિનેશ જોશી પણ મોંધવારીના વિરોધ સાથે સાયકલ પર ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો બાંધીને મતદાન કરવા માચે પહોંચ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








